બજાર » સમાચાર » બજાર

સેન્સેક્સ 167 અંક તૂટ્યો, નિફ્ટી 14600 ની નીચે બંધ

ના રોજ પ્રકાશિત Thu, 21, 2021 પર 15:47  |  સ્ત્રોત : Moneycontrol.com

આજના કારોબારી સત્રના દિવસે ઘરેલુ બજાર નબળા થઈને બંધ થયા છે. અંતમાં નિફ્ટી 14600 ની નીચે બંધ થયા છે અને સેન્સેક્સ 49624.76 પર બંધ થયા છે. દિવસના ઊપરી સ્તરોથી સેન્સેક્સે 167.36 અંકો સુધીના ગોથા લગાવ્યા જ્યારે નિફ્ટીમાં 54 અંકોનો ઘટાડો જોવાને મળ્યો છે.

જો કે મિડકેપ અને સ્મૉલકેપ શેરોમાં મજબૂતી જોવાને મળી છે. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 0.53 ટકા સુધી ઘટીને બંધ થયા છે, જ્યારે નિફ્ટીના મિડકેપ 100 ઈન્ડેક્સમાં 1.22 ટકાનો ઘટાડો દર્જ કરવામાં આવ્યો છે. બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 0.53 ટકા ઘટાડાની સાથે બંધ થયા છે.

અંતમાં બીએસઈના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 167.36 અંક એટલે કે 0.34 ટકાના ઘટાડાની સાથે 49624.76 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યારે એનએસઈના 50 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 54.30 અંક એટલે કે 0.37 ટકા ઘટીને 14590.40 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.

બેન્કિંગ, ફાઈનાન્સ સર્વિસ, પ્રાઈવેટ બેન્ક, ઑટો, પીએસયુ બેન્ક, મેટલ, રિયલ્ટી, આઈટી, ફાર્મા અને એફએમસીજી શેરોમાં 0.64-3.27 ટકા સુધી વેચવાલીનું દબાણ જોવામાં આવ્યુ. બેન્ક નિફ્ટી 1.10 ટકાના ઘટાડાની સાથે 32,186.90 ના સ્તર પર બંધ થયા છે.

દિગ્ગજ શેરોમાં ઓએનજીસી, ટાટા સ્ટીલ, કોલ ઈન્ડિયા, ગેલ, એનટીપીસી, એસબીઆઈ અને ઈન્ડસઈન્ડ બેન્ક 1.88-3.34 સુધી તૂટીને બંધ થયા છે. જ્યારે દિગ્ગજ શેરોમાં ટાટા મોટર્સ, બજાજ ફાઈનાન્સ, રિલાયન્સ, બજાજ ઑટો, યુપીએલ અને આઈશર મોટર્સ 1.72-6.38 સુધી વધીને બંધ થયા છે.

મિડકેપ શેરોમાં ચોલામંડલમ, સન ટીવી નેટવર્ક, આઈજીએલ, બીએચઈએલ અને કેનરા બેન્ક 3.77-5.03 સુધી લપસ્યા છે. જો કે મિડકેપ શેરોમાં સીજી કંઝ્યુમર, વર્હ્લપુલ, વોલ્ટાસ, ફ્યુચર રિટેલ અને સુપ્રિમ ઈન્ડસ્ટ્રીઝ 4.15-8.32 ટકા સુધી ઉછળો છે.

સ્મૉલોકપ શેરોમાં ટાટા એલેક્સી, એવરેસ્ટ ઈન્ડસ્ટ્રીઝ, સ્ટરલિંગ એન્ડ વિલ્સ, કોન્ફિડન્સ પેટ્રો અને કેરેબ્રા 5.86-7.31 ટકા સુધી લપસ્યા છે. જો કે સ્મોલકેપ શેરોમાં સિએટ, એસએમએલ ઈસ્યુઝ, સેંટ-ગોબેન, વી-ગાર્ડ ઈન્ડસ્ટ્રીઝ અને જેકે ટાયર એન્ડ ઈન્ડસ્ટ્રીઝ 9.18-12.18 ટકા સુધી ઉછળા છે.