બજાર » સમાચાર » બજાર

સેન્સેક્સ 282 અંક તૂટ્યો, નિફ્ટી 15700 ની નીચે બંધ

અંતમાં નિફ્ટી 15700 ની નીચે બંધ થયા છે અને સેન્સેક્સ 52306 પર બંધ થયા છે.
ના રોજ પ્રકાશિત Wed, 23, 2021 પર 15:46  |  સ્ત્રોત : CNBC-Bajar

આજના કારોબારી સત્રના દિવસે ઘરેલુ બજાર નબળા થઈને બંધ થયા છે. અંતમાં નિફ્ટી 15700 ની નીચે બંધ થયા છે અને સેન્સેક્સ 52306 પર બંધ થયા છે. દિવસના ઊપરી સ્તરોથી સેન્સેક્સે 282 અંકો સુધીના ગોથા લગાવ્યા છે, જ્યારે નિફ્ટીએ 85 અંકો સુધી ગોથા લગાવ્યા છે.

જો કે મિડકેપ અને સ્મૉલકેપ શેરોમાં નબળાઈ જોવાને મળી છે. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 1.29 ટકા સુધી લપસીને બંધ થયા છે, જ્યારે નિફ્ટીના મિડકેપ 100 ઈન્ડેક્સમાં 1.23 ટકાનો ઘટાડો દર્જ કરવામાં આવ્યો છે. બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 0.58 ટકા ઘટીને બંધ થયા છે.

અંતમાં બીએસઈના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 282.63 અંક એટલે કે 0.54 ટકાના ઘટાડાની સાથે 52306.08 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યારે એનએસઈના 50 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 85.80 અંક એટલે કે 0.54 ટકા ઘટીને 15687 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.

બેન્કિંગ, ફાઈનાન્શિયલ સર્વિસ, પ્રાઈવેટ બેન્ક, પીએસયુ બેન્ક, ફાર્મા, રિયલ્ટી, મેટલ, એફએમસીજી અને આઈટી શેરોમાં 0.05-1.13 ટકા સુધી વેચવાલીનું દબાણ જોવામાં આવ્યુ. બેન્ક નિફ્ટી 0.49 ટકાના ઘટાડાની સાથે 34,574 ના સ્તર પર બંધ થયા છે. જ્યારે ઑટો શેરોમાં વધારો જોવાને મળ્યો છે.

દિગ્ગજ શેરોમાં અદાણી પોર્ટ્સ, વિપ્રો, ડિવિઝ લેબ, શ્રી સિમેન્ટ, જેએસડબ્લ્યુ સ્ટીલ અને એલએન્ડટી 1.15-3.28 ટકા સુધી તૂટીને બંધ થયા છે. જ્યારે દિગ્ગજ શેરોમાં મારુતિ સુઝુકી, ટાઈટન, બજાજ ફિનસર્વ, એમએન્ડએમ ઓએનજીસી અને હિરો મોટોકૉર્પ 0.79-2.29 ટકા સુધી વધીને બંધ થયા છે.

મિડકેપ શેરોમાં યુનાઈટેડ બ્રુઅરીઝ, અદાણી ટ્રાન્સફર, અદાણી એન્ટરપ્રાઈઝ, યુનિયન બેન્ક અને સેલ 2.4-3.58 સુધી લપસ્યા છે. જો કે મિડકેપ શેરોમાં ભારત ઈલ્કેટ્રિક, ગોદરેજ ઈન્ડ્સ્ટ્રીઝ, એબીબી ઈન્ડિયા, ઈમામી, એલએન્ડટી ફાઈનાન્સ 2.58-10.77 ટકા સુધી ઉછળો છે.

સ્મૉલોકપ શેરોમાં પીએનબી ગિલ્ટ્સ, સેન્ટ્રમ કેપિટલ, જિંદાલ વર્લ્ડવાઈડ, વોકહાર્ટ અને અદાણી ટોટલ ગેસ 5-9.97 ટકા સુધી લપસ્યા છે. જો કે સ્મોલકેપ શેરોમાં ખાદિમ ઈન્ડિયા, રેમ્કો સિસ્ટમ, યુએફઓ મુવિઝ, કેન્ટાબિલ રિટેલ અને ટિમકેન 10.83-20 ટકા સુધી ઉછળા છે.