બજાર » સમાચાર » બજાર

સેન્સેક્સ 78 અંક તૂટ્યો, નિફ્ટી 17550 ની નીચે બંધ

અંતમાં નિફ્ટી 17550 ની નીચે બંધ થયા છે અને સેન્સેક્સ 58927.33 પર બંધ થયા છે.
ના રોજ પ્રકાશિત Wed, 22, 2021 પર 15:44  |  સ્ત્રોત : CNBC-Bajar

આજના કારોબારી સત્રના દિવસે ઘરેલુ બજાર નબળા થઈને બંધ થયા છે. અંતમાં નિફ્ટી 17550 ની નીચે બંધ થયા છે અને સેન્સેક્સ 58927.33 પર બંધ થયા છે. દિવસના ઊપરી સ્તરોથી સેન્સેક્સે 77 અંકો સુધીના ગોથા લગાવ્યા છે. જ્યારે નિફ્ટી 15 અંકો સુધી ગોથા લગાવ્યા છે.

જો કે મિડકેપ અને સ્મૉલકેપ શેરોમાં વધારો જોવાને મળ્યો છે. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 1.51 ટકા વધીને બંધ થયા છે, જ્યારે નિફ્ટીના મિડકેપ 100 ઈન્ડેક્સમાં 1.67 ટકાનો વધારો દર્જ કરવામાં આવ્યો છે. બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 1.19 ટકા મજબૂતીની સાથે બંધ થયા છે.

અંતમાં બીએસઈના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 77.94 અંક એટલે કે 0.13 ટકાના ઘટાડાની સાથે 58927.33 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યારે એનએસઈના 50 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 15.30 અંક એટલે કે 0.09 ટકા તૂટીને 17546.70 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.

ફાઈનાન્શિયલ સર્વિસ, એફએમસીજી અને પ્રાઈવેટ બેન્ક 0.27-0.86 ટકા સુધી વેચવાલીનું દબાણ જોવામાં આવ્યુ. બેન્ક નિફ્ટી 0.78 ટકાની ઘટાડાની સાથે 36,944.65 ના સ્તર પર બંધ થયા છે. જ્યારે ઑટો, આઈટી, મેટલ, ફાર્મા, પીએસયુ બેન્ક, રિયલ્ટી, હેલ્થકેર, કંઝ્યુમર ડ્યુરેબલ્સ અને ઑયલ એન્ડ ગેસ 0.30-8.45 શેરોમાં વધારો જોવાને મળ્યો છે.

દિગ્ગજ શેરોમાં નેસ્લે ઈન્ડિયા, એચડીએફસી, આઈસીઆઈસીઆઈ બેન્ક, ઓએનજીસી, એચડીએફસી બેન્ક અને કોટક મહિન્દ્રા બેન્ક 0.99-1.47 ટકા સુધી તૂટીને બંધ થયા છે. જ્યારે દિગ્ગજ શેરોમાં કોલ ઈન્ડિયા, ટેક મહિન્દ્રા, હિંડાલ્કો, ટાટા મોટર્સ, એમએન્ડએમ, બીપીસીએલ અને જેએસડબ્લ્યુ સ્ટીલ 1.35-3.61 ટકા સુધી વધીને બંધ થયા છે.

મિડકેપ શેરોમાં સીજી કંઝ્યુમર, આઈજીએલ, આઈડીબીઆઈ બેન્ક, ચોલા ઈન્વેસ્ટમેન્ટ અને પીઆઈ ઈન્ડસ્ટ્રીઝ 1.12-2.65 સુધી લપસ્યા છે. જો કે મિડકેપ શેરોમાં ઝી એન્ટરટેન્મેન્ટ, ગોદરેજ પ્રોપર્ટી, બાલક્રિષ્ના ઈન્ડસ્ટ્રીઝ, આદિત્ય બિરલા ફેશન અને એલઆઈસી હાઉસિંગ ફાઈનાન્સ 5.65-30.48 ટકા સુધી ઉછળો છે.

સ્મૉલોકપ શેરોમાં નિઓજેન, શ્રીરામ સીટી, ધનવર્ષા, આરપીએસજી વેન્ચર્સ અને આહલુવાલિયા 3.9-7.2 ટકા સુધી લપસ્યા છે. જો કે સ્મોલકેપ શેરોમાં વીઆરએલ લોજિસ્ટિક્સ, ન્યુક્લિઅસ સોફ્ટવેર, ટીજીવી સાર્ક, ગુજરાત અકાલી અને આઈનોક્સ લિઝર 11.44-20.00 ટકા સુધી ઉછળા છે.