બજાર » સમાચાર » બજાર

સેન્સેક્સ 121.5 અંક વધીને બંધ, નિફ્ટી 8130 ની નજીક

ના રોજ પ્રકાશિત Tue, 28, 2016 પર 15:46  |  સ્ત્રોત : Moneycontrol.com

યૂરોપના બજારમાં જોરદાર તેજીથી ઘરેલૂ બજારોમાં જોશ જોવાને મળ્યું છે. યૂરોપીય બજારોમાં 2.25-2.5% સુધીની મજબૂતી આવી છે. સેન્સેક્સ અને નિફ્ટી 0.5% સુધી વધીને બંધ થયા છે. તેજીના આ માહોલમાં સેન્સેક્સ 180 અંકો સુધી ઉછળો, તો નિફ્ટી 8150 ની ખુબજ નજીક પહોંચવામાં કામયાબ થયા. આજના કારોબારમાં નિફ્ટીના 8146.35 ના ઊપરી સ્તર બનાવ્યા, તો સેન્સેક્સ 26583.33 સુધી પહોંચ્યા હતા.


મિડકેપમાં મજબૂતી અને સ્મૉલકેપ શેરોમાં મજબૂતી જોવામાં આવી છે. એનએસઈના મિડકેપ 100 ઈન્ડેક્સ 0.57% વધીને 13,487 ના સ્તર પર બંધ થયા છે. બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 0.79% ના વધારાની સાથે 11540.15 ના સ્તર પર બંધ થયા છે.

ટેલિકૉમ, એફએમસીજી, મેટલ, ઑયલ એન્ડ ગેસ, એનર્જી, હેલ્થકેર અને રિયલ્ટી શેરોમાં મજબૂતી જોવામાં આવી હતી. બીએસઈના ટેલિકૉમ, એફએમસીજી, મેટલ, ઑયલ એન્ડ ગેસ, એનર્જી, હેલ્થકેર અને રિયલ્ટી ઈન્ડેક્સમાં 2.26-0.66% થી વધારાના વધારા સાથે કારોબાર બંધ થયો છે. જ્યારે બેન્ક નિફ્ટી 2% ના વધારાની સાથે 17,561.40 ના સ્તર પર બંધ થતા જોવા મળ્યા છે.

અંતમાં હાલમાં બીએસઈના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 121.59 અંક મતલબ 0.46% ના વધારાની સાથે 26524.55 ના સ્તર પર બંધ થયા છે. જ્યાં એનએસઈના 50 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 33.15 અંક મતલબ 0.41% વધીને 8127.85 ના સ્તર પર બંધ થયા છે.

આજના કારોબારમાં લ્યુપિન, આઈડિયા સેલ્યુલર, ઈન્ફ્રા ટેલ, એચયુએલ, બૉશ, આઈટીસી, આઈશર મોટર્સ અને ગ્રાસિમ જેવા દિગ્ગજ શેરોમાં 4.28-1.98% સુધી મજબૂત થઈને બંધ થયા છે. જો કે એચસીએલ ટેક, ટાટા મોટર્સ ડીવીઆર, ટાટા મોટર્સ, હિન્ડાલ્કો, ટીસીએસ અને ગેલ ઈન્ડિયા જેવા દિગ્ગજ શેરોમાં 3.02-1.20% સુધી નબળા થઈને બંધ થયા છે.

મિડકેપ શેરોમાં જિંદાલ સ્ટીલ, એલએન્ડટી ફિનાન્સ, એલઆઈસી હાઉસિંગ, અદાણી પાવર, એમઆરએફ સૌથી વધારે 3.92-2.88% સુધી વધીને બંધ થયા છે. જો કે મિડકેપ શેરોમાં એમફેસિસ, ઈન્ડિયન હોટલ્સ, પીએન્જજી, ક્રિસિલ અને એમએન્ડએમ ફિનાન્સિયલ સૌથી વધારે 4.6-1.43% સુધી નબળા થઈને બંધ થયા છે.

સ્મૉલકેપ શેરોમાં આરપીજી લાઈફ, બિનાની ઈન્ડસ્ટ્રીઝ, આધુનિક ઈન્ડસ્ટ્રી, ડીસીડબ્લ્યુ અને એટુઝેડ ઈન્ફ્રા એન્જિનિયરમાં સૌથી વધારે 20-15.15% સુધી ઉછળીને બંધ થયા છે. જો કે સ્મૉલકેપમાં શેરોમાં હાઈ ગ્રાઉન્ડ એન્ટ, કલ્યાણી ઈન્વેસ્ટ, કેલટન ટેક, મધાના ઈન્ડસ્ટ્રી અને એમએમ ફોર્જિન્સ સૌથી વધારે 8.35-4.4% સુધી લપસીને બંધ થયા છે.