બજાર » સમાચાર » બજાર

સેન્સેક્સ 834 અંક ઉછળીને બંધ, નિફ્ટી 14500 ની ઊપર

ના રોજ પ્રકાશિત Tue, 19, 2021 પર 15:46  |  સ્ત્રોત : CNBC-Bajar

આજના કારોબારી સત્રના દિવસે ભારતીય બજાર મજબૂતીની સાથે બંધ થયા છે. આજે નિફ્ટી 14500 ની ઊપર બંધ થયા જ્યારે સેન્સેક્સે 49398.29 પર બંધ થયા. આજના કારોબારમાં નિફ્ટીએ 14,590.65 સુધી પહોંચી તો સેન્સેક્સ 49,499.86 સુધી પહોંચ્યો હતો.

સ્મૉલકેપ અને મિડકેપ શેરોમાં ખરીદારીનું વલણ જોવા મળ્યુ. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 2.31 ટકા વધીને 18,952.06 ના સ્તર પર બંધ થયા છે. જ્યારે બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 1.66 ટકાની મજબૂતીની સાથે 18,634.97 પર બંધ થયા છે.

અંતમાં બીએસઈના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 834.02 અંક એટલે કે 1.72 ટકાની મજબૂતીની સાથે 49398.29 ના સ્તર પર બંધ થયા છે. તો એનએસઈના 50 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 239.90 અંક એટલે કે 1.68 ટકાની વધારાની સાથે 14521.20 ના સ્તર પર બંધ થયા છે.

આજે પીએસયુ બેન્ક, પ્રાઈવેટ બેન્ક, મેટલ, ઑટો, રિયલ્ટી, આઈટી, એફએમસીજી, ફાર્મા અને ફાઈનાન્સ સર્વિસ 0.49-4.19 શેરોમાં ખરીદારી જોવા મળી છે. બેન્ક નિફ્ટી 1.93 ટકાના વધારાની સાથે 32,424.85 ના સ્તર પર બંધ થયા છે.

આજના કારોબારના આ સમય દરમ્યાન દિગ્ગજ શેરોમાં બજાજ ફિનસર્વ, બજાજ ફાઈનાન્સ, ટાટા મોટર્સ, હિંડાલ્કો, સન ફાર્મા અને અદાણી પોર્ટ્સ 3.39-6.76 ટકા સુધી વધીને બંધ થયો છે. જો કે દિગ્ગજ શેરોમાં આઈટીસી, ટેક મહિન્દ્રા, બ્રિટાનિયા અને એમએન્ડએમ 0.05-0.36 ટકા સુધી ઘટીને બંધ થયા છે.


મિડકેપ શેરોમાં આઈડીએફસી ફર્સ્ટ બેન્ક, એલએન્ડટી ફાઈનાન્સ, ચોલામંડલમ, ફેડરલ બેન્ક અને જિંદાલ સ્ટીલ 5.17-7.94 ટકા સુધી વધીને બંધ થયા છે. જો કે મિડકેપ શેરોમાં ઈન્ડિયન હોટલ્સ, આઈડીબીઆઈ બેન્ક, એબીબોટ ઈન્ડિયા, એમફેસિસ અને એસજેવીએન 0.4-1.86 ટકા સુધી ઘટીને બંધ થયા છે.

સ્મૉલકેપ શેરોમાં શાલિમાર પેંટ્સ, સેરેબ્રા ઈન્ટ, ઈન્ડિયાબુલ્સ રિયલ, ડેટામેટિક્સ ગ્લોબલ અને સોરિલ ઈન્ફ્રા 10.27-14.27 ટકા સુધી ઉછળીને બંધ થયા છે. જો કે સ્મૉલકેપ શેરોમાં એસ્ટ્રોન પેપર, માસ્ટેક, આલોક ઈન્ડસ્ટ્રીઝ, બોરોસિલ અને એલેબિંક ફાર્મા 3.4-11.49 ટકા નબળાઈની સાથે બંધ થયા છે.