બજાર » સમાચાર » બજાર

સેન્સેક્સ 131 અંક ઉછળો, નિફ્ટી 8300 ની પાર

ના રોજ પ્રકાશિત Fri, 01, 2016 પર 09:26  |  સ્ત્રોત : Moneycontrol.com

આજે સપ્તાહના અંતિમ દિવસે ઘરેલૂ બજાર વધારાની સાથે ખુલતા જોવા મળ્યા. સેન્સેક્સ અને નિફ્ટી 0.4% ની તેજીની સાથે કારોબાર કરતા જોવા મળી રહ્યા છે. સેન્સેક્સ 27131 પર છે, તો નિફ્ટી 8300 ની પાર જોવા મળ્યો છે. દિગ્ગજ શેરોની સાથે સાથે મિડકેપ અને સ્મૉલકેપ શેરોમાં પણ વધારો જોવામાં આવી રહ્યો છે.

મિડકેપ અને સ્મૉલકેપ શેરોમાં તેજી સાથે ખરીદારી હાવી છે. બીએસઈના મિડકેપ 100 ઈન્ડેક્સ 0.5% વધીને 11775.95 ના સ્તર પર છે. બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 0.5% ની મજબૂતીની સાથે 11860.67 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.

એનએસઈના એફએમસીજી ઈન્ડેક્સ ને છોડી બધા ઈન્ડેક્સ લીલા નીશાનમાં છે. મેટલ, પીએસયુ બેન્ક, ફાર્મા, રિયલ્ટી અને આઈટી શેરોમાં ખરીદારીનું વલણ જોવા મળી રહ્યુ છે. એનએસઈના મેટલ, પીએસયુ બેન્ક, ફાર્મા, રિયલ્ટી અને આઈટી ઈન્ડેક્સમાં 0.77-0.47% મજબૂતી સાથે કારોબાર થઈ રહ્યો છે. જ્યારે બેન્ક નિફ્ટી 0.47% વધીને 18019.70 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.

હાલમાં બીએસઈના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 131.31 અંક મતલબ 0.5% ના વધારાની સાથે 27140 ની નજીકના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યાં એનએસઈના 50 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 35.25 અંક મતલબ 0.4% વધીને 8323 ના સ્તર પર આવી ગયા છે.

બજારમાં કારોબારના આ સમય દરમ્યાન આઈટીસી, ડૉ.રેડ્ડીઝ, બીએચઈએલ, ટાટા સ્ટીલ, ટાટા પાવર, પાવર ગ્રીડ, ટાટા મોટર્સ ડીવીઆર અને ઓરબિંદો ફાર્મા જેવા દિગ્ગજ શેરોમાં 2.44-1.09% નો વધારો દર્જ કરવામાં આવ્યો છે. જો કે ભારતી એરટેલ, ગ્રાસિમ, એચયુએલ, અંબુજા સિમેન્ટ, એશિયન પેન્ટ્સ, ઝિ એન્ટરટેન્મેન્ટ અને એસીસી જેવા દિગ્ગજ શેરોમાં 0.78-0.10% નો ઘટાડો દર્જ કરવામાં આવ્યો છે.