બજાર » સમાચાર » બજાર

બજારમાં રહ્યો સારો વધારો, સેન્સેક્સ 50,290 ની પાર, નિફ્ટી 14900 ની ઊપર બંધ

ના રોજ પ્રકાશિત Tue, 02, 2021 પર 16:02  |  સ્ત્રોત : CNBC-Bajar

આજના કારોબારી સત્રના દિવસે ભારતીય બજાર વધારાની સાથે બંધ થયા છે. આજે નિફ્ટી 14900 ની ઊપર બંધ થયા જ્યારે સેન્સેક્સે 50,290 ની પાર બંધ થયા. આજના કારોબારમાં નિફ્ટીએ 14,959.10 સુધી પહોંચ્યો તો સેન્સેક્સ 50,439.82 સુધી પહોંચ્યો હતો.

સ્મૉલકેપ અને મિડકેપ શેરોમાં ખરીદારીનું વલણ જોવા મળ્યુ. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 1.55 ટકા વધીને 20,585.28 ના સ્તર પર બંધ થયા છે. જ્યારે બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 1.60 ટકાની મજબૂતીની સાથે 20,806.24 પર બંધ થયા છે.

અંતમાં બીએસઈના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 749.85 અંક એટલે કે 1.53 ટકાની મામૂલી મજબૂતીની સાથે 49849.84 ના સ્તર પર બંધ થયા છે. તો એનએસઈના 50 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 232.30 અંક એટલે કે 1.60 ટકાની નજીવા વધારાની સાથે 14761.50 ના સ્તર પર બંધ થયા છે.

આજે ઑટો, એફએમસીજી, મેટલ, રિયલ્ટી, ફાઈનાન્સ સર્વિસ, ફાર્મા, પ્રાઈવેટ બેન્ક અને આઈટી શેરોમાં 0.16-3.19 ટકાની ખરીદારી જોવા મળી છે. બેન્ક નિફ્ટી 0.35 ટકાના વધારાની સાથે 35,419.70 ના સ્તર પર બંધ થયા છે. જ્યારે પીએસયુ બેન્કના શેરોમાં વેચવાલીનું દબાણ જોવાને મળ્યુ છે.

આજના કારોબારના આ સમય દરમ્યાન દિગ્ગજ શેરોમાં ટાટા મોટર્સ, એમએન્ડએમ, વિપ્રો, અદાણી પોર્ટ્સ, હિરો મોટોકૉર્પ અને એનટીપીસી 3.69-5.13 ટકા સુધી વધીને બંધ થયો છે. જો કે દિગ્ગજ શેરોમાં ઓએનજીસી, એચડીએફસી, ડૉ.રેડ્ડીઝ, પાવરગ્રિડ, કોલ ઈન્ડિયા અને યુપીએલ 0.13-2.61 ટકા સુધી ઘટીને બંધ થયા છે.

મિડકેપ શેરોમાં જેએસડબ્લ્યુ એનર્જી, અદાણી પાવર, આદિત્ય બિરલા ફેશન, એલએન્ડટી ઈન્ફોટેક અને બીએચઈએલ 6.05-16.13 ટકા સુધી વધીને બંધ થયા છે. જો કે મિડકેપ શેરોમાં યૂનિયન બેન્ક, ઈમામી, એબી કેપિટલ, આઈઆરસીટીસી અને નેટકો ફાર્મા 2.09-3.12 ટકા સુધી ઘટીને બંધ થયા છે.

સ્મૉલકેપ શેરોમાં આઈઓએલ કેમિકલ્સ, સિમ્ફોનિ, શિપિંગ કૉર્પ, જિનસ પાવર અને જસ્ટ ડાયલ 19.30-20.00 ટકા સુધી ઉછળીને બંધ થયા છે. જો કે સ્મૉલકેપ શેરોમાં જાગરણ પ્રકાશન, રાણે મદ્રાસ, ટીવીએસ ઈલેક્ટ્રોનિક્સ, ઓનમોબાઈલ ગ્લોબલ અને એક્સિકેડ ટેકનોલૉજી 4.39-6.79 ટકા નબળાઈની સાથે બંધ થયા છે.