બજાર » સમાચાર » બજાર

સેન્સેક્સ 0.15% ઘટ્યો, નિફ્ટી 11890 ની નીચે

ના રોજ પ્રકાશિત Thu, 13, 2019 પર 09:27  |  સ્ત્રોત : Moneycontrol.com

આજના કારોબારી દિવસે ઘરેલૂ બજારમાં ઘટાડાનો માહોલ જોવામાં આવી રહ્યો છે. શરૂઆતી કારોબારમાં સેન્સેક્સ 39,619.31 સુધી લપસ્યા જ્યારે નિફ્ટીએ 11,863.30 સુધી ગોથા લગાવ્યા. સેન્સેક્સ અને નિફ્ટીમાં 0.2 ટકાની નબળાઈ જોવામાં આવી રહી છે.

મિડકેપ અને સ્મૉલકેપ શેરોમાં વેચવાલીનું દબાણ જોવામાં આવી રહ્યુ છે. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 0.13 ટકા નબળાઈ છે, જ્યારે નિફ્ટીના મિડકેપ 100 ઈન્ડેક્સમાં 0.86 ટકાનો ઘટાડો જોવામાં આવી રહ્યો છે. બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 0.24 ટકા ઘટ્યા છે.

હાલમાં બીએસઈના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 58.58 અંક એટલે કે 0.15 ટકાના ઘટાડાની સાથે 39698.30 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યારે એનએસઈના 50 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 21.10 અંક એટલે કે 0.18 ટકા ઘટીને 11885.10 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.

મેટલ, બેન્કિંગ, આઈટી, એફએમસીજી અને ઑટો શેરોમાં 0.09-0.74 ટકા વેચવાલી જોવાને મળી રહી છે. બેન્ક નિફ્ટી 0.08 ટકા ઘટાડાની સાથે 30940.60 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યારે ફાઈનાન્સ સર્વિસ, મિડિયા, ફાર્મા અને રિયલ્ટી 0.08-0.47 શેરોમાં ખરીદારીનું વલણ જોવાને મળી રહ્યું છે.

દિગ્ગજ શેરોમાં યસ બેન્ક, ઈન્ડુસઈન્ડ બેન્ક, વેદાંતા, જેએસડબ્લ્યુ સ્ટીલ, ઈન્ડિયાબુલ્સ હાઉસિંગ ફાઈનાન્સ, ટાટા સ્ટીલ, ગ્રાસિમ અને ટાટા મોટર્સ 1.01-7.01 ટકા સુધી ઘટ્યા છે. જો કે દિગ્ગજ શેરોમાં બીપીસીએલ, એશિયન પેંટ્સ, ટીસીએસ, એલટી, સિપ્લા, એક્સિ બેન્ક અને બજાજ ફાઈનાન્સ 0.47-1.44 ટકા સુધી વધ્યા છે.

મિડકેપ શેરોમાં રિલાયન્સ કેપિટલ, સીજી કંઝ્યુમર, બાયોકૉન, ઈન્ડિયાબુલ્સ હાઉસિંગ ફાઈનાન્સ અને યુનિયન બેન્ક 2-1.14 ટકા સુધી લપસ્યા છે. જો કે મિડકેપ શેરોમાં અદાણી એન્ટરપ્રાઈઝ, એચપીસીએલ, વ્હર્લપુલ, ભારત ઈલેક્ટ્રિક અને ટોરેન્ટ પાવર 2.19-0.95 ટકા સુધી ઉછળા છે.

સ્મૉલકેપ શેરોમાં કેપિટલ ટ્રસ્ટ, જેટ એરવેઝ, મનપંસદ બેવરેજિસ, ઈરોઝ આઈએનટીએલ અને પ્રોઝોન 14.22-4.95 ટકા સુધી તૂટ્યા છે. જો કે સ્મૉલકેપ શેરોમાં કેલ્ટોન ટેક, શાંતિ ગિયર, ટીઆરએફ, યુનિપ્લાય ઈન્ડસ્ટ્રીઝ અને સારદા એનર્જી 9.11-4.78 ટકા સુધી મજબૂત થયા છે.