બજાર » સમાચાર » બજાર

ખરાબ વિદેશી સંકેતોથી તૂટ્યુ બજાર, સેન્સેક્સ 140 અંક નીચે બંધ

ના રોજ પ્રકાશિત Thu, 14, 2018 પર 15:45  |  સ્ત્રોત : Moneycontrol.com

ખરાબ વિદેશી સંકેતોંથી આજે બજાર ઘટીને બંધ થયા. સેન્સેક્સ આજે 150 અંક નીચે જ્યારે નિફ્ટી 0.5 ટકા ઘટીને બંધ થયા. જો કે આજના કારોબારમાં મિડકેપમાં સારી રિક્વરી જોવાને મળી.


બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ આજે 0.07 ટકા ઘટીને 17040.06 ના સ્તર પર બંધ થયા છે. જ્યારે બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 0.08 ટકા તૂટીને 16065.38 ના સ્તર પર બંધ થયા છે.

અંતમાં બીએસઈના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 139 અંક એટલે કે 0.4 ટકાના ઘટાડાની સાથે 35599.82 ના સ્તર પર બંધ થયા છે. એનએસઈના 50 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 48.65 અંક એટલે કે 0.5 ટકાની નબળાઈ સાથે 10808.05 ના સ્તર પર બંધ થયા છે.

આજના કારોબારમાં દિગ્ગજ શેરોમાં ટેક મહિન્દ્રા, ટીસીએસ, અદાણી પોર્ટ્સ, ઈન્ડિયાબુલ્સ હાઉસિંગ ફાઈનાન્સ અને એસબીઆઈ 1.69-2.16 ટકા સુધી ઘટીને બંધ થયા છે. જો કે દિગ્ગજ શેરોમાં લ્યુપિન, સન ફાર્મા, એચસીએલ ટેક, સિપ્લા, યસ બેન્ક, ડૉ.રેડ્ડીઝ અને બજાજ ફાઈનાન્સ 0.93-3.57 ટકા સુધી વધીને બંધ થયા છે.

મિડકેપ શેરોમાં ઑબરોય રિયલ્ટી, રિલાયન્સ પાવર, ગૃહ ફાઈનાન્સ, ભારત ઈલ્કેટ્રિક અને એનબીસીસી 2.63-4.08 ટકા સુધી નબળો થઈને બંધ થયા છે. જો કે મિડકેપ શેરોમાં વક્રાંગી, ડિવિઝ લેબ્સ, અદાણી એન્ટરપ્રાઇઝ, વૉકહાર્ટ અને ટાટા ગ્લોબલ બેવરેજીસ 3.21-4.96 ટકા સુધી વધીને બંધ થયા છે.

સ્મૉલકેપ શેરોમાં જાગરણ પ્રકાશન, ભારતિય ઈન્ટર, નેક્ટર લાઇફ, આરએસ સૉફ્ટવેર અને એરોઝ ગ્રીનટેક 6.24-4.98 ટકા સુધી ઘટીને બંધ થયા છે. જો કે સ્મૉલકેપ શેરોમાં એચઓઈસી, જુબિલિન્ટ ઈન્ડસ્ટ્રી, ટ્રાજીન ટેક, પોકરણ અને ઉષા માર્ટિન 19.98-9.95 ટકા સુધી મજબૂત થઈને બંધ થયા છે.