બજાર » સમાચાર » બજાર

સાપ્તાહિક એક્સપાયરીના દિવસે બજારમાં સુસ્તી, સેન્સેક્સ 150 અંક નીચે, નિફ્ટી 12000 ની આસપાસ

ના રોજ પ્રકાશિત Thu, 20, 2020 પર 15:39  |  સ્ત્રોત : CNBC-Bajar

વીકલી એક્સપાયરીના દિવસે બજારમાં સુસ્તી જોવા મળી છે. સેન્સેક્સ આજે 150 અંકના ઘટાડા સાથે બંધ રહ્યો છે. તો નિફ્ટી 12000 ના આસપાસ ટકી રહેવામાં સફળ રહ્યો છે. આજના કારોબારમાં આઇટી, ઓઇલ-ગેસ, એફએમસીજી શેરો પર દબાણ જોવા મળ્યું છે. તો મેટલ, ફાર્મા, ઓટો શેરોમાં થોડી ખરીદી જોવા મળી છે. નાના, મધ્યમ શેરોમાં પણ ખરીદી જોવા મળી હતી.


પેપર શેરમાં પણ સારી ખરીદી જોવા મળી છે. તો આઇટી, ઓઇલ-ગેસ, એફએમસીજી શેરોમાં દબાણ જોવા મળ્યો છે. નિફ્ટી 45 અંક ઘટીને 12,081 પર બંધ થયો છે. તો સેન્સેક્સ 153 અંક ઘટીને 41,170 પર બંધ રહ્યો હતો. આજે બેન્કિંગ શેરોમાં આજે ખરીદારી રહી, જેના કારણે બેન્ક નિફ્ટી 105 અંક વધીને 30,943 પર બંધ થયો છે. મિડકેપ ઈન્ડેક્સ પણ આજે 120 અંક થઈને 18,110 પર બંધ રહ્યો છે. આજે નિફ્ટીના 50 શેરો માંથી 28 શેરો વેચાયા છે જ્યારે સેન્સેક્સના 30 માંથી 18 શેરો વેચાયા છે. બેન્ક નિફ્ટીએ 12 માંથી 10 શેરોમાં સુધારો કર્યો છે.


વીકલી એક્સપાયરી પર નિફ્ટી ફસાયેલો જોવ મળી રહ્યો છે. પરંતુ બેન્કના શેરમાં જોરદાર ખરીદી જોવા મળી રહી છે. એસબીઆઈ, ઇન્ડસન્ડ બેન્ક, એક્સિસ બેન્ક બજારમાં જોશ ભરાય ગયું છે. મેટલ અને ઓટો શેરો પણ ચમક્યા છે.


બિરલાસોફ્ટ 7 ટકા વધીને 10 મહિનાની ઉચાઇ પર પહોંચી ગયો છે. તો રેલિસ ઇન્ડિયા પણ 2 વર્ષની શિખર પર જોવા મળે છે. વેન્કીઝ પણ ભારી વૉલ્યૂમના સાથે ખરીદારી જોવા મળી રહી છે.