બજાર » સમાચાર » બજાર

સેન્સેક્સ 150 અંક નીચે બંધ, નિફ્ટી 10900 ના નીચે ઘટ્યો

ના રોજ પ્રકાશિત Mon, 11, 2019 પર 15:37  |  સ્ત્રોત : CNBC-Bajar

સપ્તાહની શરૂઆતમાં જ આજે બજારનું વેચાણ સાથે કર્યું છે. આજના કારોબારમાં નિફ્ટી 0.5 ટકા નબળો થઇને 10900 રૂપિયાના નીચે ઘટ્યો છે. સેન્સેક્સમાં પણ આજે 150 અંકોનું દબાણ જોવા મળ્યું છે. બેન્ક નિફ્ટીમાં પણ આજે ઘટાડો થયો છે અને આ 66 અંક ટૂટીને બંધ થયો છે. મિડકેપ શૅરોની હાલતમાં કોઇ સુધારો જોવા નથી મળ્યો. મિડકેપ ઇન્ડિક્સમાં દબાણ યથાવત છે. આ 250 અંકથી પણ વધારો નબળો થયો છે.


એનબીએફસી શેરોની આજે ખૂબ જ મોટો ઘટાડો જોવા મળ્યું છે. રેપ્કો હોમ ફાઇનાન્સ જ્યાં 4.5 ટકા ઘટ્યો છે, ત્યાં ઇન્ડિયાબ્યુલ્સ હાઉસિંગ ફાઇનાન્સ 1.75 ટકા ઘટાડો થયો છે. ઉજજીવનમાં 3.5 ટકા સુધીનો ઘટાડો અવ્યો, જ્યારે કેનફિન હોમ્સ પણ 3 ટકાના નબળી જોવા મળી છે.


આજના કોરોબારમાં ડો રેડિઝ લિમિટેડ, એમએન્ડએમ, ઓએનજીસી અને હિંદાલકોમાં સૌથી વધુ ઘટાડો જોવા મળ્યો. જ્યારે ટાટા સ્ટીલ, ટાટા મોટર્સ, સિપ્લા અને આઇઓસીમાં સૌથી વધુ વધારો જોવા મળ્યો છે.


અંતમાં બીએસઈના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 151.45 અંક એટલે કે 0.41 ટકાના ઘટાડાની સાથે 36395 ના સ્તર પર બંધ થયા છે. જ્યારે એનએસઈના 50 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 54.80 અંક એટલે કે 0.50 ટકાથી ઘટીને 10888.80 ના સ્તર પર બંધ થયા છે.