બજાર » સમાચાર » બજાર

સેન્સેક્સ 264 અંક તૂટ્યો, નિફ્ટી 11150 ની નીચે બંધ

ના રોજ પ્રકાશિત Wed, 15, 2019 પર 15:44  |  સ્ત્રોત : Moneycontrol.com

દિવસભર ઘરેલૂ બજારમાં ઉતાર-ચઢાવ જોવાને મળ્યો. જ્યારે સેન્સેક્સ અને નિફ્ટી 0.7 ટકાથી નબળા થઈને બંધ થયા છે. આજના કારોબારમાં નિફ્ટીએ 11,286.80 સુધી દસ્તક આપી હતી જ્યારે સેન્સેક્સ 37,559.67 સુધી પહોંચ્યા હતા. જો કે અંતમાં નિફ્ટી 11150 ની નીચે બંધ થયા છે અને સેન્સેક્સ 37054.64 પર બંધ થયા છે. દિવસના ઊપરી સ્તરોથી સેન્સેક્સે 263.89 અંકો સુધીના ગોથા લગાવ્યા જ્યારે નિફ્ટીમાં 79.50 અંકોથી વધારાનો ઘટાડો જોવાને મળ્યો છે.

મિડકેપ અને સ્મૉલકેપ શેરોમાં વેચવાલીનું દબાણ જોવાને મળ્યું છે. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 0.69 ટકા સુધીને ઘટીને બંધ થયા છે, જ્યારે નિફ્ટીના મિડકેપ 100 ઈન્ડેક્સમાં 0.79 ટકાનો ઘટાડો દર્જ કરવામાં આવ્યો છે. બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 0.49 ટકા સુધી નબળાઈની સાથે બંધ થયા છે.

બેન્કિંગ, ફાર્મા, મેટલ, ઑટો, એફએમસીજી, ફાઈનાન્સ સર્વિસ, ઈન્ડસ્ટ્રી અને હેલ્થકેર શેરોમાં 2.08-0.76 ટકા સુધી દબાણ જોવામાં આવ્યુ. બેન્ક નિફ્ટી 0.94 ટકાના ઘટાડાની સાથે 28559.60 ના સ્તર પર બંધ થયા છે. જ્યારે આઈટી અને રિયલ્ટી શેરોમાં ખરીદારીનું વલણ જોવા મળ્યુ.

અંતમાં બીએસઈના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 263.89 અંક એટલે કે 0.71 ટકાના ઘટાડાની સાથે 37054.64 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યારે એનએસઈના 50 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 79.50 અંક એટલે કે 0.71 ટકા ઘટીને 11142.50 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.

દિગ્ગજ શેરોમાં યસ બેન્ક, ટાટા મોટર્સ, ઝિ એન્ટરટેનમેન્ટ, જેએસડબ્લ્યુ સ્ટીલ, ઈન્ડુસઈન્ડ બેન્ક, ગેલ, કોલ ઈન્ડિયા અને ગ્રાસિમ 3.26-8.66 ટકા સુધી તૂટીને બંધ થયા છે. જો કે દિગ્ગજ શેરોમાં બજાજ ફાઈનાન્સ, આઈશર મોટર્સ, યુપીએલ, બજાજ ફિનસર્વ, આઈઓસી અને કોટક મહિન્દ્રા બેન્ક 0.87-4.52 ટકા સુધી મજબૂત થઈને બંધ થયા છે.

મિડકેપ શેરોમાં આઈડીબીઆઈ બેન્ક, અદાણી પાવર, આદિત્યા બિરલા ફેશન, યુનિયન બેન્ક અને વક્રાંગી 15.9-5.51 ટકા સુધી લપસ્યા છે. જો કે મિડકેપ શેરોમાં ઇમામી, ઑબરોય રિયલ્ટી, એડ્યુરન્સ ટેકનોલૉજી, ગૃહ ફાઈનાન્સ અને બજાજ હોલ્ડિંગ્સ 6.53-1.90 ટકા સુધી ઉછળા છે.

સ્મૉલોકપ શેરોમાં વક્રાંગી, લ્યુમેક્સ ઈન્ડસ્ટ્રીઝ, ત્રિભુવનદાસ, ડીશ ટીવી અને દિવાન હાઉસિંગ 15.9-9.15 ટકા સુધી લપસ્યા છે. જો કે સ્મોલકેપ શેરોમાં વિવિમેડ લેબ્સ, ટાઇમ ટેક્નો, સ્પાઇસજેટ, ફ્લેક્સિટફ વેન્ચર અને પ્રિઝન 9.82-7.59 ટકા સુધી ઉછળા છે.