બજાર » સમાચાર » બજાર

સેન્સેક્સ 239 અંક ઘટીને બંધ, નિફ્ટી 10700 ની નીચે

ના રોજ પ્રકાશિત Thu, 17, 2018 પર 15:42  |  સ્ત્રોત : Moneycontrol.com

બેન્ક નિફ્ટીના વિકલી એક્સપાયરીના દિવસે બજારમાં તેજ ઘટાડો જોવાને મળ્યો છે. સેન્સેક્સ અને નિફ્ટી 0.5 ટકાથી વધારે નબળા થઈને બંધ થયા છે. નિફ્ટી 10700 ની નીચે લપસી ગયા છે જ્યારે સેન્સેક્સમાં 250 અંકોનો ઘટાડો દર્જ કરવામાં આવ્યો છે.

જો કે આજે મિડકેપ અને સ્મૉલકેપ શેરોમાં સારૂ જોશ જોવાને મળ્યું. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 0.7 ટકા વધીને બંધ થયા છે. નિફ્ટીના મિડકેપ 100 ઈન્ડેક્સમાં 0.4 ટકાનો વધારો દર્જ કરવામાં આવ્યો છે. બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 0.4 ટકા વધીને બંધ થયા છે.


અંતમાં બીએસઈના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 238.6 અંક એટલે કે 0.67 ટકાના ઘટાડાની સાથે 35149.12 ના સ્તર પર બંધ થયા છે. એનએસઈના 50 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 58.40 અંક એટલે કે 0.54 ટકાની નબળાઈ સાથે 10682.70 ના સ્તર પર બંધ થયા છે.

આજના કારોબારમાં દિગ્ગજ શેરોમાં હિંડાલ્કો, યુપીએલ, આઈટીસી, એક્સિસ બેન્ક, એચડીએફસી, બીપીસીએલ, ભારતી એરટેલ અને ટાટા સ્ટીલ 1.76-3.15 ટકા સુધી ઘટીને બંધ થયા છે. જો કે દિગ્ગજ શેરોમાં બજાજ ફાઈનાન્સ, બજાજ ફિનસર્વ, કોલ ઈન્ડિયા, સન ફાર્મા, ઈન્ફ્રાટેલ, ટાટા મોટર્સ, વિપ્રો અને ઓએનજીસી 1.24-7.71 ટકા સુધી વધીને બંધ થયા છે.

મિડકેપ શેરોમાં વક્રાંગી, ટીવીએસ મોટર્સ, આદિત્ય બિરલા ફાઈનાન્સ, યુપીએલ અને એમઆરપીએલ 1.99-5 ટકા સુધી નબળો થઈને બંધ થયા છે. જો કે મિડકેપ શેરોમાં પેટ્રોનેટ એલએનજી, સીજી કંઝ્યુમર, રિલાયન્સ પાવર, હુડકો અને રિલાયન્સ કેપિટલ 4.64-8.05 ટકા સુધી વધીને બંધ થયા છે.

સ્મૉલકેપ શેરોમાં કરિઅર પોઇન્ટ, સ્માર્ટલિંક નેટ, પીટીસી ઈન્ડિયા, વીઆઈપી ક્લોથિંગ અને સ્કિપર 7.19-13.4 ટકા સુધી ઘટીને બંધ થયા છે. જો કે સ્મૉલકેપ શેરોમાં જ્યોતિ લેબ્સ, મનાલી પેટ્રો, ફ્યુચર એન્ટરપ્રાઇઝ ડીવીઆર, નિટકો અને ઈન્ફ્રાસૉફ્ટ ટેક 10.02-19.99 ટકા સુધી મજબૂત થઈને બંધ થયા છે.