બજાર » સમાચાર » બજાર

સેન્સેક્સ 109 અંક ઉછળો, નિફ્ટી 12150 ની ઊપર બંધ

ના રોજ પ્રકાશિત Wed, 11, 2019 પર 15:42  |  સ્ત્રોત : Moneycontrol.com

આજના કારોબારી દિવસે ભારતીય બજાર 0.4 ટકા થી વધારે મજબૂત થઈને બંધ થયા છે. આજે નિફ્ટી 11900 ની ઊપર બંધ થયા જ્યારે સેન્સેક્સે 40413 પર બંધ થયા. આજના કારોબારમાં નિફ્ટીએ 11,923.20 સુધી પહોંચ્યો તો સેન્સેક્સ 40,466.13 સુધી પહોંચ્યો હતો.

મિડકેપ અને સ્મૉલકેપ શેરોમાં જોશ જોવાને મળ્યુ છે. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 0.52 ટકા વધીને બંધ થયા છે. નિફ્ટીના મિડકેપ 100 ઈન્ડેક્સમાં 0.78 ટકાની મજબૂતી આવી છે. બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 0.01 ટકા વધીને બંધ થયા છે.

બેન્કિંગ, આઈટી, રિયલ્ટી, ફાઈનાન્સ સર્વિસ અને ઑટો શેરોમાં જોરદાર ખરીદારી જોવાને મળી. બેન્ક નિફ્ટી 0.36 ટકાના વધારાની સાથે 31273.85 ના સ્તર પર બંધ થયા છે. જ્યારે મેટલ અને પીએસયુ બેન્ક શેરોમાં દબાણ જોવામાં આવી રહ્યુ છે.

અંતમાં બીએસઈના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 172.69 અંક એટલે કે 0.43 ટકા વધીને 40412.57 ના સ્તર પર બંધ થયા છે. એનએસઈના 50 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 53.40 અંક એટલે કે 0.45 ટકાના વધારાની સાથે 11910.20 ના સ્તર પર બંધ થયા છે.

આજના કારોબારમાં દિગ્ગજ શેરોમાં ગેલ, ઝિ એન્ટરટેનમેન્ટ, એનટીપીસી, આઈઓસી, ઓએનજીસી અને ટેક મહિન્દ્રા 1.89-5.31 ટકા સુધી વધીને બંધ થયા છે. જો કે દિગ્ગજ શેરોમાં યસ બેન્ક, હિરો મોટોકૉર્પ, વેદાંતા, હિંડાલ્કો, ભારતી એરટેલ અને અલ્ટ્રાટેક સિમેન્ટ 0.91-13.85 ટકા સુધી ઘટીને બંધ થયા છે.

મિડકેપ શેરોમાં ઈપ્કા લેબ, મનાપ્પુરમ ફાઈનાન્સ, એચઈજી, રિલાયન્સ નિપ્પોન અને એબી કેપિટલ 6.97-4.51 ટકા સુધી મજબૂત થઈને બંધ થયા છે. જો કે મિડકેપ શેરોમાં સ્ટરલાઇટ ટેક, ગુજ સ્ટેટ પેટ્રો, ગોદરેજ ઈન્ડસ્ટ્રીઝ, જનરલ ઈન્શ્યોરન્સ અને ઓબરોય રિયલ્ટી 7.13-2.71 ટકા સુધી લપસીને બંધ થયા છે.

સ્મૉલકેપ શેરોમાં પીજી ઈલેક્ટ્રોપ્લાસ્ટ, બીએફ યુટીલીટીઝ, આઈએફબી ઈન્ડ્સ્ટ્રીઝ, કેમલિન ફાઈન અને ઈપ્કા લેબ્સ 19.97-6.97 ટકા સુધી ઉછળીને બંધ થયા છે. જો કે સ્મૉલકેપ શેરોમાં ઈનસેક્ટિસાઇ્ડસ, જેનરિક એન્જીનિયરીંગ, જિનયસ આઈએનટી, સિમ્પ્લેક્ક્ષ ઈન્ફ્રા અને બોડલ કેમિકલ્સ 9.71-7.2 ટકા સુધી તૂટીને બંધ થયા છે.