બજાર » સમાચાર » બજાર

સેન્સેક્સ 646 અંક ઉછળો, નિફ્ટી 11300 પાર બંધ

ના રોજ પ્રકાશિત Wed, 09, 2019 પર 15:46  |  સ્ત્રોત : Moneycontrol.com

આજના કારોબારી સત્રના દિવસે ભારતીય બજાર 1.7 ટકા થી વધારે મજબૂત થઈને બંધ થયા છે. આજે નિફ્ટી 11300 પાર બંધ થયા જ્યારે સેન્સેક્સે 38180 ની નજીક બંધ થયા. આજના કારોબારમાં નિફ્ટીએ 11,321.60 સુધી પહોંચ્યો તો સેન્સેક્સ 38,209.84 સુધી પહોંચ્યો હતો.

મિડકેપ અને સ્મૉલકેપ શેરોમાં જોશ જોવાને મળ્યુ છે. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 1.43 ટકા વધીને બંધ થયા છે. નિફ્ટીના મિડકેપ 100 ઈન્ડેક્સમાં 1.32 ટકાની મજબૂતી આવી છે. બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 0.62 ટકા ઉછળીને બંધ થયા છે.

બેન્કિંગ, પીએસયુ બેન્ક, મેટલ, રિયલ્ટી, ફાઈનાન્સ સર્વિસ અને ઑટો શેરોમાં જોરદાર ખરીદારી જોવાને મળી. બેન્ક નિફ્ટી 3.62 ટકાના વધારાની સાથે 28776.40 ના સ્તર પર બંધ થયા છે. જ્યારે આઈટી શેરોમાં દબાણ જોવામાં આવી રહ્યુ છે.

અંતમાં બીએસઈના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 645.97 અંક એટલે કે 1.72 ટકા વધીને 38177.95 ના સ્તર પર બંધ થયા છે. એનએસઈના 50 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 193.20 અંક એટલે કે 1.74 ટકાના વધારાની સાથે 11319.60 ના સ્તર પર બંધ થયા છે.

આજના કારોબારમાં દિગ્ગજ શેરોમાં ઈન્ડસઈન્ડ બેન્ક, ભારતી ઈન્ફ્રાટેલ, એસબીઆઈ, અલ્ટ્રાટેક સિમેન્ટ અને આઈસીઆઈસીઆઈ બેન્ક 4.90-5.52 ટકા સુધી વધીને બંધ થયા છે. જો કે દિગ્ગજ શેરોમાં યસ બેન્ક, હિરો મોટકૉર્પ, ઝિ એન્ટરટેનમેન્ટ, ટાઇટન અને એચસીએલ ટેક 2.17-5.15 ટકા સુધી ઘટીને બંધ થયા છે.

મિડકેપ શેરોમાં શ્રીરામ ટ્રાન્સફર, ટાટા પાવર, જિંદાલ સ્ટીલ, એનબીસીસી(ઈન્ડિયા) અને એલએન્ડટી ફાઈનાન્સ 5.98-4.36 ટકા સુધી મજબૂત થઈને બંધ થયા છે. જો કે મિડકેપ શેરોમાં દિવાન હાઉસિંગ, એડલવાઇઝ, રિલાયન્સ કેપિટલ, રિલાયન્સ ઈન્ફ્રા અને મોતિલાલ ઓસવાલ 9.86-4.64 ટકા સુધી લપસીને બંધ થયા છે.

સ્મૉલકેપ શેરોમાં જેબીએમ ઑટો, જે કુમાર ઈન્ફ્રા, એનસીસી, રેયમંડ અને ગોવર એન્ડ વેલી 19.99-10.29 ટકા સુધી ઉછળીને બંધ થયા છે. જો કે સ્મૉલકેપ શેરોમાં એન્ટરપ્રાઈઝ નેટવર્ક, હિંદ કોપર, ગુજરાત અંબુજા એક્સપોર્ટ્સ, સેલસાર ટેક્નો અને રેનિસ્સન્સ 16.27-7.18 ટકા સુધી તૂટીને બંધ થયા છે.