બજાર » સમાચાર » બજાર

સેન્સેક્સ 33 અંક મજબૂત, નિફ્ટી 11700 ની નજીક

ના રોજ પ્રકાશિત Tue, 22, 2019 પર 09:24  |  સ્ત્રોત : Moneycontrol.com

શરૂઆતી કારોબારમાં ઘરેલૂ બજારોમાં વધારાની સાથે કારોબાર જોવાને મળી રહ્યો છે. નિફ્ટી 11700 ની નજીક છે જ્યારે સેન્સેક્સમાં 33 અંકોનો વધારો દેખાયો છે. સેન્સેક્સ 0.08 અને નિફ્ટી 0.21 ટકાની મજબૂતીની સાથે કારોબાર કરી રહ્યા છે.

જો કે મિડકેપ અને સ્મૉલકેપ શેરોમાં પણ મામૂલી ખરીદારી દેખાય રહી છે. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 0.21 ટકા વધ્યા છે, જ્યારે નિફ્ટીના મિડકેપ 100 ઈન્ડેક્સમાં 0.18 ટકાનો વધારો દર્જ કરવામાં આવ્યો છે. બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 0.30 ટકાની નજીવી મજબૂતી દેખાય રહી છે.

બેન્કિંગ, ફાઈનાન્સ સર્વિસ, એફએમસીજી, ફાર્મા, અને પીએસયુ બેન્ક શેરોમાં 0.18-0.84 ટકા ખરીદારી જોવાને મળી રહી છે. બેન્ક નિફ્ટી વધારાની સાથે 29293.20 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યારે આઈટી, રિયલ્ટી, મેટલ અને ઑટો શેરોમાં ઘટાડા સાથે કારોબાર દર્જ કરવામાં આવી રહ્યો છે.

હાલમાં બીએસઈના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 32.84 અંક એટલે કે 0.08 ટકાના વધારાની સાથે 39331.22 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યારે એનએસઈના 50 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 24.10 અંક એટલે કે 0.21 ટકાની મજબૂતીની સાથે 11686 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.

બજારમાં કારોબારના આ સમય દરમ્યાન દિગ્ગજ શેરોમાં યસ બેન્ક, ટાઈટન, પાવરગ્રિડ, એચયુએલ, બીપીસીએલ, ટીસીએસ અને વિપ્રો 1.61-7.00 ટકા ઉછળા છે. જો કે દિગ્ગજ શેરોમાં ઈન્ફોસિસ, ટાટા મોટર્સ, ટાટા સ્ટીલ, એમએન્ડએમ, એચસીએલ ટેક અને ટેક મહિન્દ્રા 0.73-14.25 ટકા સુધી ઘટ્યા છે.

મિડકેપ શેરોમાં રિલાયન્સ ઈન્ફ્રા, કેઆઈઓસીએલ, એમઆરપીએલ, એનએલસી ઈન્ડિયા અને પીએનબી હાઉસિંગ ફાઈનાન્સ 9.84-3.29 ટકા સુધી વધ્યા છે. જો કે મિડકેપ શેરોમાં ઑબરોય રિયલ્ટી, દિવાન હાઉસિંગ, એસજેવીએન, ઈમામી અને વેરરોક એન્જીનિયર 5.05-1.56 ટકા સુધી લપસ્યા છે.

સ્મૉલકેપ શેરોમાં શિપિંગ કૉર્પ, અવંતિ ફિડ્સ, સિમ્પ્લેક્ક્ષ ઈન્ફ્રા, સરલા પર્ફોમરમેન અને સિયારામ સિલ્ક 13.42-7.98 ટકા સુધી મજબૂત થયા છે. જો કે સ્મૉલકેપ શેરોમાં ઝેનસાર ટેક, એલએન્ડટી ટેક્નોલોજી, જીપીટી ઈન્ફ્રા, ઓરિએન્ટ સિમેન્ટ અને શારદા કૉર્પ 8.18-5.74 ટકા સુધી તૂટ્યા છે.