બજાર » સમાચાર » બજાર

સેન્સેક્સ-નિફ્ટી સુસ્ત, પીએસયુ બેન્કોમાં વેચવાલી

ના રોજ પ્રકાશિત Thu, 25, 2018 પર 09:29  |  સ્ત્રોત : Moneycontrol.com

શરૂઆતી કારોબારમાં ઘરેલૂ બજારોમાં મામૂલી ઘટાડાની સાથે કારોબાર જોવાને મળી રહ્યો છે. સેન્સેક્સ અને નિફ્ટીની ચાલ સુસ્ત જોવામાં આવી રહી છે. નિફ્ટી 11075 ની નજીક છે જ્યારે સેન્સેક્સમાં 40 અંકોની નબળાઈ દેખાય રહી છે.

મિડકેપ અને સ્મૉલકેપ શેરોમાં પણ દબાણ જોવાને મળી રહ્યું છે. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ સપાટ જોવામાં આવી રહ્યા છે, જ્યારે નિફ્ટીના મિડકેપ 100 ઈન્ડેક્સમાં પણ સુસ્ત જ દેખાય રહ્યા છે. બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ પણ સુસ્ત છે.

પીએસયુ બેન્કો, રિયલ્ટી, મીડિયા, આઈટી, એફએમસીજી અને કંઝ્યુમર ડ્યુરેબલ્સ શેરોમાં વેચવાલી દેખાય રહી છે. બેન્ક નિફ્ટી 0.1 ટકા ઘટીને 27367 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે, જ્યારે નિફ્ટીના પીએસયુ બેન્ક ઈન્ડેક્સમાં 2.5 ટકાનો ઘટાડો દર્જ કરવામાં આવ્યો છે. નિફ્ટીના આઈટી ઈન્ડેક્સમાં 1.25 ટકા અને એફએમસીજી ઈન્ડેક્સમાં 0.3 ટકાની નબળાઈ આવી છે. જો કે મેટલ અને કેપિટલ ગુડ્ઝ શેરોમાં ખરીદારી આવી છે.

હાલમાં બીએસઈના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 47 અંક એટલે કે 0.15 ટકા ઘટીને 36115 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. એનએસઈના 50 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 10 અંક એટલે કે 0.1 ટકાના ઘટાડાની સાથે 11076 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.