બજાર » સમાચાર » બજાર

Sensex-Nifty દિવસના શિખરની નજીક, Titan ટોપ લૂઝર, મેટલ શેરોમાં ચમક

ના રોજ પ્રકાશિત Tue, 11, 2020 પર 09:28  |  સ્ત્રોત : Moneycontrol.com

02:55 PM


Covid વેક્સીનના ડેવલપની ઘોષણા સાથે સોના-ચાંદીમાં અચાનક ઝડપી ઘટાડો થયો છે. MCX પર ચાંદી લગભગ 2,800 રૂપિયાની આસપાસ ગઈ છે.


02:40 PM


રશિયાના રાષ્ટ્રપતિનું નિવેદન આવ્યું છે કે રશિયાએ COVID-19 ની વેક્સીન ડેવલપ કર્યું છે. રશિયાએ સૌથી પહેલા Covid વેક્સીન ડેવલપ કર્યું છે.


02:25 PM


SIAMના July ઑટો વેચાણના આંકડા મુજબ, જુલાઇમાં ટૂ-વ્હીલરના વેચાણમાં વાર્ષિક આધાર પર 15.2 ટકાનો ઘટાડો થયો છે. જ્યારે પેસેન્જર કારનું વેચાણ વાર્ષિક આધાર પર 12 ટકા ઘટ્યું છે.


02:15 PM

Niftyને તેજી Sixer લગાવ્યો છે. નિફ્ટી 5 મહિનાની ઉંચાઇ પર પહોંચી ગયો છે. મેટલ શેર્સની ચમક બજાર પર ચાર ચાંદ લગાવી દીધી છે. nifty Metal index 6 મહિનાના high પર પહોંચી ગયું છે. Hindalco 25 સપ્કાહની ઉંચાઇ પર જોવા મળી રહ્યું છે. ભારતીય બજારોમાં શાનદાર ગ્લોબલ સંકેતોથી ટેકો મળી રહ્યા છે. 200 ટકાની તેજી સાથે ડાઓ ફ્યૂચર્સ દિવસના ઉચાઇ પર છે. યુરોપી બજારોમાં પમ 1.5-2 ટકાની તેજી છે.


01:20 PM


બજારમાં છઠ્ઠા દિવસે તેજી જોવા મળી રહી છે. નિફ્ટી 11300 ની ઉપર ચાલુ છે. ICICI બેન્કની QIP સુપરહિટ રહી છે. નિફ્ટી બેન્કે પણ તેજ બનાવ્યું છે. મેટલ શેરોમાં વધારો થયો છે. FMCG પર ખરીદી જોઈ શકાય છે. મિડકેપમાં સુગર, ચોખા, ફર્ટિલાઇઝર શેર ચાલ્યો છે. ફાર્મા શેરોમાં આજે પ્રોફિટ બુકિંગ પર દબાણ છે.


12:55 PM


માર્કેટમાં સતત છઠ્ઠા દિવસે ખરીદીરીનો મૂડ જળવાઈ રહ્યો છે. નિફ્ટી 5 મહિનાના ઉચ્ચ સ્તર પર પહોંચી ગયો છે. નિફ્ટી બેન્ક 150 અંક ઉપર જોવા મળી રહ્યું છે. પ્રાઇવેટ બેન્કએ બજારને જોશ આપ્યો છે.


12:45 PM


Icici bank QIPના શાનદાર પ્રતિસાદ મળ્યો છે. સૂત્રો અનુસાર 15,000 કરોડની QIPને 55,000 ની બોલિયા મળી છે. ઘરેલું, વિદેશી ફંડ્સ ભારે પૈસા રોકાણ કરે છે.


12:30 PM


ક્રૂડ તેલમાં આજે મજબૂત જેવા મળી રહી છે. બ્રેન્ટના ભાવ ફરી 45 ડૉલર ની ઉપર પહોંચી ગયા છે. એશિયામાં ડિમાન્ડ રિકવરીથી ક્રૂડના ભાવને ટેકો મળી રહ્યો છે. બેઝ મેટલ્સમાં પણ આજે રોનક છે. ચાઇનાના સારા ઇમ્પોર્ટ આંકડાઓ દ્વારા મેટલને સપોર્ટ મળી રહ્યા છે. આ ઉપરાંત માઇન સપ્લાઇમાં ઘટાડા દ્વારા કિંમતોને પણ સપોર્ટ છે.


11:50 AM


સોના-ચાંદીમાં આજે નબળાઇ જોવા મળી છે. ડૉલરમાં રિકવરીથી સોના-ચાંદી પર દબાણ બનાવ્યું છે. MCX પર સોનું 55 હજાર અને ચાંદી 75 હજારની નીચે કારોબાર કરી રહ્યા છે. જો કે, અમેરિકા અને ચીનમાં તનાવથી કિમતોને નીચા સ્તર પર સપોર્ટ મળી રહ્યા છે. સેનાની રિકોર્ડ તેજીમાં ગોલ્ડ બૉન્ડમાં રોકાણ કરવા વાળા લોક ખાસ ફાયદામાં રહ્યા છે. 2015 માં પહેલા તબક્કામાં જે લોકોને બોન્ડમાં પૈસા લગાવ્યા હતા તેમના રિટર્ન બમણા કરતા વધારે થયા છે. સાથે જ 2.5 ટકા વાર્ષિક વ્યાજ પણ મળ્યું છે. પરંતુ એનાથી સરકારે કેઇ ખાસ ફાયદો નથી થયો.


11:45 AM


પ્રધાનમંત્રી ગ્રામીણ સડક યોજનાના phase 4ને લઇને તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. શરૂઆતી આકારણી મુજબ સરકારે દોઢ લાખ કિલોમીટર રસ્તાના નિર્માણ પર લગભગ 1 લાખ 30 હજાર કરોડ રૂપિયા ખર્ચ કરવાનું plan બનાવ્યું છે જેથી ગ્રામીણ વિસ્તારની અર્થવ્યવસ્થા મજબુત થાય અને વધુ રોજગારી મળે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આવનારા વર્ષે Launch થવા વાળી આ યોજના અંગે 15 ઓગસ્ટે લાલકિલ્લાથી વડા પ્રધાન મોદી Roadmap રજૂ કરી શકે છે.


11:30 AM


Balrampur, Dhampur, Uttam Sugar, Awadh Sugar જેવા શેરોમાં 5 થી 10 ટકાનો ઉછાળો જોવા મળી રહ્યો છે. ખાદ્યમંત્રાલયે ચીનીની MSP 2 રૂપિયા પ્રતિ કિલો વધારવાનો પ્રસ્તાવ કેબિનેટને મોકલ્યો, એથેનોલ બનાવતી કંપનીઓને પણ સસ્તી લોન મળશે.


11:20 AM


ચાઇના, મલેશિયા અને તાઇવાનથી ઇમ્પોર્ટ કરાયેલા Black Toner power પર એન્ટી ડમ્પિંગ ડ્યૂટી લગાવી દેવામાં આવી છે. ટોનરનો ઉપયોગ પ્રિન્ટરો અને ફોટોકૉપીયરમાં થાય છે. સરકારના નિર્ણય પછી, indian Toner & developersના શૅરમાં 20 ટકાનું ઉપર સર્કિટ લગાવ્યો છે.


11:10 AM


એક્સપોર્ટ શર્તમાં ઢીલ મળવાથી ચોખાની કંપનીઓના શેર ખુલ્યા છે. KRBL અને LT Foodsના શૅરએ 5 થી 7 ટકાની ઉછાલો આવ્યો છે. યૂરોપીયન દેશો માટે એક્સપોર્ટ શર્તમાં છૂટને લઇને વાણિજ્ય મંત્રાલયે નોટિફિકેસન રજૂ કર્યું છે.


11:00 AM


મેટલ શેરોની શાનદાર ચમકથી બજારમાં રોનક વધી છે. 3 ટકાની તેજી સાથે નિફ્ટી મેટલ ઈન્ડેક્સ 6 મહિનાની ઉંચી સપાટીએ રહી છે. નિફ્ટીનું નવાબ Hindalco 4 ટકાથી વધારે થયો છે. SAil, JSPL, Hind Zincમાં પણ જોરદાર ખરીદી જોવા મળી છે.


10:55 AM


કોરોનાને લઇને 10 રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે પીએમ મોદી સવારે 11 વાગ્યે મોટી બેઠક કરશે. જેમાં મહારાષ્ટ્ર, ગુજરાત, UP, બિહાર, પંજાબના CM સામેલ થશે. દેશમાં કોરોના કેસ 22 લાખ 50 હજારને પાર કરી ગયા છે.


10:50 AM


બજારમાં તેજીનું સિક્સર મળ્યો છે. નિફ્ટી 11350 ની આસપાસ જોવા મળી રહી છે. નિફ્ટી 5 મહિનાના ઉચ્ચ સ્તર પર પહોંચી ગયો છે. નિફ્ટી બેન્કમાં પણ 200 અંકનો ઉછાળો જોવા મળી રહ્યો છે. ICICI Bank, Hdfc, hdfc Bank અને ITCએ બજારમાં જોશ ભર્યો છે.


10:17 AM


DR REDDYsએ અમેરિકામાં આંખોનો પ્રકાશની જેનરિક Ciprodex Otic Suspension દવા લેન્ચ કરી છે.


10:10 AM


યુરોપિયન દેશો માટે બાસમતી ચોખા એક્સપોર્ટ શર્તોમાં ઢીલ આપવામાં આવી છે. બિન-બાસમતી ચોખા એક્સપોર્ટ શર્તોમાં પણ ઢીલ આપી છે.


09:50 AM


ઘરેલૂ કંપનીઓને રાહત આપવા માટે મોટા પગલાં લેવામાં આવ્યા છે. ચાઇના, મલેશિયા, તાઇવાનથી ઇમ્પોર્ટ કરેલા Black Toner power પર એન્ટી-ડમ્પિંગ ડ્યૂટી લાદવામાં આવી છે. તેનો પ્રિંટર અને ફોટોકોપીયર્સમાં ઉપયોગ થાય છે. indian toners and Devએ ડ્યૂટીની માંગ કરી હતી.


09:45 AM


બજારમાં તેજી જોવા મળી રહી છે. નિફ્ટી 5 મહિનાની ઉંચી સપાટી પર નજર કરી રહ્યો છે. નિફ્ટી સતત છઠ્ઠા દિવસે ખરીદીમાં જોવા મળી રહ્યો છે. નિફ્ટીના 50 શેરોમાં 44 તેજીમાં છે. સેન્સેક્સના 30 માંથી 28 શૅરમાં તેજી જોવા મળી રહ્યો છે. બેન્ક નિફ્ટીના 12 માંથી 11 શેરોમાં તેજી છે.


09:22 AM


આજના કારોબારી સત્રના દિવસે ઘરેલૂ બજારમાં વધારાની સાથે થતી જોવામાં આવી રહી છે. શરૂઆતી કારોબારમાં સેન્સેક્સ 38,503.27 સુધી વધ્યા જ્યારે નિફ્ટીએ 11,358.85 સુધી ઉછલા છે. સેન્સેક્સ 0.90 ટકા અને નિફ્ટીમાં 0.85 ટકાની મજબૂતી જોવામાં આવી રહી છે.


સ્મૉલકેપ શેરોમાં અને મિડકેપ શેરોમાં મજબૂતીનું વલણ જોવામાં આવી રહ્યુ છે. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 0.56 ટકાની મજબૂતી દેખાય રહી છે, જ્યારે નિફ્ટીના મિડકેપ 100 ઈન્ડેક્સમાં 0.61 ટકાનો વધારો દર્જ કરવામાં આવી રહ્યો છે. બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 0.74 ટકાના વધારાની સાથે કારોબાર થઈ રહ્યો છે.


હાલમાં બીએસઈના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 343.84 અંક એટલે કે 0.90 ટકાના વધારાની સાથે 38525.92 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યારે એનએસઈના 50 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 96 અંક એટલે કે 0.85 ટકા ઉછળીને 11366.20 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.


બેન્કિંગ, પીએસયુ બેન્ક, ઑટો, રિયલ્ટી, ફાઈનાન્સ સર્વિસિઝ, એફએમસીજી, આઈટી અને ફાર્મા શેરોમાં 1.99-0.50 ટકા ખરીદારી જોવાને મળી રહી છે. બેન્ક નિફ્ટી 1.37 ટકા ઘટાડાની સાથે 22200.60 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.


દિગ્ગજ શેરોમાં હિંડાલ્કો, એક્સિસ બેન્ક, આઈસીઆઈસીઆઈ બેન્ક, પાવર ગ્રિડ, ઝિ એન્ટરટેનમેન્ટ, ટાટા સ્ટીલ અને બીપીસીએલ 1.71 ટકા સુધી વધ્યા છે. જો કે દિગ્ગજ શેરોમાં શ્રી સિમેન્ટ, ટાઈટન, ભારતી ઈન્ફ્રાટેલ, સિપ્લા, ડૉ.રેડ્ડીઝ અને ભારતી એરટેલ 0.17-4.23 ટકા સુધી ઘટ્યા છે.


મિડકેપ શેરોમાં ઈમામી, નેટકો ફાર્મા, સેલ, પીએનબી હાઉસિંગ ફાઈનાન્સ અને નાલ્કો 7.04-3.16 ટકા સુધી ઉછળા છે. જો કે મિડકેપ શેરોમાં ઈન્ફોએજ, ક્રિસિલ, અજંતા ફાર્મા, ઓરેકલ ફાઈનાન્સ સર્વિસ અને આઈસીઆઈસીઆઈ સિક્યોરિટીઝ 2.26-0.71 ટકા સુધી લપસ્યા છે.


સ્મૉલકેપ શેરોમાં ક્વિક હિલ ટેક, ઈરોસ આઈએનટીએલ, ત્રિવેણી, જીઈ ટીએન્ડડી ઈન્ડિયા અને સુવેન લાઈફ 11.54-9.93 ટકા સુધી વધ્યા છે. જો કે સ્મૉલકેપ શેરોમાં ટ્રાન્સપેક, પ્રિકોલ, નાથ બાયો-જેન્સ, નિઓજેન અને બોરોસિલ 6.88-3.69 ટકા સુધી તૂટ્યા છે.