બજાર » સમાચાર » બજાર

Sensex 138 અંક વધ્યો- Nifty 15850ની ઉપર બંધ, લિસ્ટીંગના દિવસે Zomato 60% ઉછાળો

સેન્સેક્સ 101.62 અંક અથવા 0.19 ટકાના વધારા સાથે 52938.83 ના સ્તર પર જોવા મળી રહ્યો છે.
ના રોજ પ્રકાશિત Fri, 23, 2021 પર 09:32  |  સ્ત્રોત : CNBC-Bajar

03:35 PM


બજારમાં આજે ઉછાળો જોવા મળી રહ્યા છે અને સેન્સેક્સ-નિફ્ટી લીલા નિશાનમાં બંધ થવામાં સફળ રહ્યા છે. સેન્સેક્સ 138.59 અંક એટલે કે 0.26 ટકાના વધારા સાથે 52,975.80 ના સ્તર પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 32.00 પોઇન્ટ અથવા 0.20 ટકાની મજબૂતી સાથે 15856.05ના સ્તર પર બંધ થયો છે.


10:05 AM


Rupee opening: આજના કારોબારી સત્રના દિવસે ભારતીય રૂપિયાની શરૂઆત નબળાઈની સાથે થતી દેખાય રહી છે. 1 ડૉલરના મુકાબલે ભારતીય રૂપિયો 6 પૈસા તૂટીને 74.52 ના સ્તર પર ખુલ્યો છે. જ્યારે ગુરૂવારના કારોબારી સત્રના દિવસે ભારતીય રૂપિયો 15 પૈસા મજબૂત થઈને 74.46 ના સ્તર પર બંધ થયો હતો.


10:00 AM


Zomato Share Listing: શેર બજારમાં ઝમોટોની લિસ્ટિંગ આશા કરતા સારૂ છે. કંપનીના શેર BSE પર શેર થયા છે. જે ઇશ્યૂ પ્રાઇસથી 51.32 ટકા એટલે કે 39 રૂપિયા વધારે. જ્યારે NSE પર ઝોમેટો શેરની લિસ્ટિંગ 116 રૂપિયા પર થઇ છે. આ ઇશ્યૂ પ્રાઇશથી 52.63 ટકા એટલે કે 40 રૂપિયા ઉફર હાઇ છે. કંપનીના શેરનો ઇશ્યૂ પ્રાઈસ 76 રૂપિયા છે.


લિસ્ટિંગની સાથે કંપનીની માર્કેટ કેપ 1 લાખ કરોડને પાર નીકળી ગયો છે. M-Capના આધાર પર દેશની 45 મી સૌથી મોટી કંપની છે.


09:30 AM


મિશ્ર ગ્લોબલ સંકેતોની વચ્ચે બજારની મજબૂતી સાથે શરૂઆત થઇ છે. સેન્સેક્સ 101.62 અંક અથવા 0.19 ટકાના વધારા સાથે 52938.83 ના સ્તર પર જોવા મળી રહ્યો છે. જ્યારે નિફ્ટી 37.40 અંક અથવા 0.24 ટકાની મજબૂતી સાથે 15861.40 ના સ્તર પર જોવા મળી રહ્યો છે.