બજાર » સમાચાર » બજાર

વીકલી એક્સપાયરીના દિવસે બજારમાં દેખાયો વધારો, Sensex 638 અંક વધ્યો- Nifty 15800ની ઉપર થયો બંધ

સેન્સેક્સ અને નિફ્ટીમાં 0.77 ટકાની ઊપર મજબૂતી સાથે જોવામાં આવી રહ્યા છે.
ના રોજ પ્રકાશિત Thu, 22, 2021 પર 09:29  |  સ્ત્રોત : Moneycontrol.com

03:33 PM


એક્સપાયરીના બજારમાં સારો વધારો જોવા મળ્યો છે. સેન્સેક્સ-નિફ્ટી બન્ને લીલા નિશાનમાં બંધ રહેવામાં સફળ રહ્યો છે. જ્યારે મેટલ શેરોમાં આઉટપર્ફોર્મ પ્રદર્શન કર્યા. કારોબારના અંતે સેન્સેક્સ 638.70 અંક એટલે કે 1.22 ટકાના વધારા સાથે 52.837.21ના સ્તર પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 191.95 અંક એટલે કે 1.23 ટકાની મજબૂતી સાથે 15824.05 ના સ્તર પર બંધ થયો છે.


02:13 PM


CSB Bank Q1 (YoY)। નાણાકીય વર્ષ 2021-22ના પહેલા ક્વાર્ટરમાં બેન્કના વર્ષના આધાર પર નફો 53.6 કરોડ રૂપિયાથી વધીને 61 કરોડ રૂપિયા રહ્યા છે જ્યારે બેન્કનું વ્યાજ 185.3 કરોડ રૂપિયાથી વધીને 267.8 કરોડ રૂપિયા રહી છે.


02:02 PM


BHARTI AIRTEL। કૉર્પોરેટ પોસ્ટ પેઇડ ટેરિફને 30-40 ટકા મોંઘુ કર્યું છે. કંપનીએ કૉર્પોરેટ પોસ્ટ પેઇડ ટેરિફ મોંઘા કરી દીધી છે. Airtelએ પોસ્ટ પેઇડ પ્લાન મોંઘું કર્યું છે. આ સમાચાર પછી શેરમાં લગભગ 2 ટકા વધ્યો છે.


01:40 PM


KNOW YOUR COMPANYમાં મેનેજમેન્ટની સારી કમેન્ટરી અને PLI સ્કીમને મંજૂરીની અપેક્ષામાં jindal Stainlessમાં જોરદાર વધારો જોવા મળી રહ્યો છે. આ શર 18 ટકા વધીને નવી શિખર પર પહેંચી ગયો છે. JINDAL STAINLESS HISSAR માં પણ કડક એક્સન જોવા મળી રહ્યો છે.


01:30 PM


BANK OF MAH Q1 (YoY)। નાણાકીય વર્ષ 2021-22ના પહેલા ક્વાર્ટરમાં બેન્કનો નફો એક વર્ષના આધાર પર 101 કરોડ રૂપિયાથી વધીને 208 કરોડ રૂપિયા રહ્યા છે. જ્યારે બેન્કની વ્યાજ આવક 1,087.9 કરોડ રૂપિયાથી વધીને 691 કરોડ રૂપિયા રહી છે. નેટ NPA 2.5 ટકાથી ઘટીને 2.2 ટકા પર આવી ગઇ છે જ્યારે ગ્રોસ NPA 7.2 ટકાથી ઘટીને 6.4 ટકા પર રહી છે.


01:05 PM


WOCKHARDT Q1 (YoY)। કંપની નફાથી નુકસાનમાં આવી છે. નાણાકીય વર્ષ 2021-22ના પહેલા ક્વાર્ટરમાં કંપનીને વર્ષના આધાર પર 760.1 કરોડનો નફો કરતા 13 કરોડ રૂપિયાનો કન્સો ખોટ થઇ છે. જોકે, Q1માં 1,327 કરોડ રૂપિયાનો એક સમયનો નફો થયો છે. પહેલા ક્વાર્ટરમાં 72 કરોડ Ebitda ખોટ સામે 121 કરોડ રૂપિયા Ebitda થઈ છે.


12:56 PM


Glenmark Life Sciences IPO: એક્ટિવ ફાર્મા ઇન્ગ્રેડિએન્ટ કંપની ગ્લેનમાર્ક લાઇફ સાયન્સના ઇશ્યૂ આગામી સપ્તાહ લૉન્ચ થવાની છે. જો તમે રોકાણની તૈયારી કરી રહ્યા છો તો આવો જાણીએ ખાસ વાતો. કંપનીનો ઇશ્યૂ 27 જુલાઈએ ખુલશે અને 29 જુલાઈએ બંધ થશે.


12:48 PM


કૉટનના ભાવમાં સતત ત્રીજા દિવસે સારી તેજી જોવા મળી રહી છે. MCX પર કૉટન નવા રિકૉર્ડ સ્તર પર છે. કૉટનની ડિમાન્ડ સારી છે પરંતુ સપ્લાઇ તંગ બનાવી રહી છે જે ભાવને સપોર્ટ આપી રહ્યું છે. આ સિવાય આંતરરાષ્ટ્રીય બજારના સારા સંકેતોએ પણ કૉટનમાં જોશ છે.


12:41 PM


BAJAJ AUTO Q1 (YoY)। નાણાકીય વર્ષ 2021-22ના પહેલા ક્વાર્ટરમાં કંપનીનો નફો એક વર્ષના આધાર પર 528 કરોડ રૂપિયાથી વધીને 1,061.2 કરોડ રૂપિયા રહી છે. જ્યારે કન્સોની આવક 3,079.2 કરોડ રૂપિયાથી વધીને 7,386 કરોડ રૂપિયા રહી છે. વાર્ષ દર વર્ષના આધાર પર કંપનીના ટેક્સ ખર્ચ 156.3 કરોડ રૂપિયાથી વધીને 321.5 કરોડ રૂપિયા રહી છે. Ebitda 408.5 કરોડ રૂપિયાથી વધીને 1,120 કરોડ રૂપિયા રહી છે.


12:30 PM


SAREGAMA Q1। નાણાકીય વર્ષ 2021-22ના પહેલા ક્વાર્ટરમાં કંપનીના નફામાં વર્ષના આધાર પર 16 કરોડ રૂપિયાથી વધીને 27 કરોડ રૂપિયા રહી છે. જ્યારે કન્સોની આવક 76 કરોડ રૂપિયાથી વધીને 105 કરોડ રૂપિયા રહી છે.


12:00 PM


STERLITE TECH Q1। નાણાકીય વર્ષ 2021-22ના પહેલા ક્વાર્ટરમાં કંપનીનો નફો વર્ષના આધાર પર 6 કરોડ રૂપિયાથી વધીને 116 કરોડ રૂપિયા રહ્યા છે. જ્યારે કન્સોની આવક 876 કરોડ રૂપિયાથી વધીને 1309 કરોડ રૂપિયા રહી છે. પહેલા ક્વાર્ટરમાં કંપનીના 1000 કરોડ ફંડ એકત્ર કરવા બોર્ડની મંજૂરી મળી છે. કંપની UKના Clearcomm ગ્રુપને હસ્તગત કરશે.


11:50 AM


UNILEVER PLC। Unilever Plcએ ઑપરેટિંગ માર્જિન આઉટલુક ઘટાડ્યો છે. 2021 માટે ઑપરેટિંગ માર્જિન આઉટલુક ઘટાડો થયો છે. Q2માં કંપનીના દક્ષિણ એશિયાના કારોબારમાં ડબલ ડિઝિટ ગ્રોથ નોંધાવી છે. કોરોનાની બીજી તરંગની અસર ગયા વર્ષ કરતા ઓછી જોવા મળી છે. ભારતમાં Fabric Cleaning કારોબારમાં રિકવરી આવી છે.


11:40 AM


Gold Silver MCX Price: આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવની અસર ઘરેલૂ બજારમાં ગોલ્ડના ભાવમાં જોવા મળી હતી. સોનાનો ભાવ આજે એક મહિનામાં ઉચ્ચતમ સ્તર પર પહોંચી ગયો છે. આજે MCX પર 10 ગ્રામ સોનાનો વાયદો 93 રૂપિયા નીચે 47480 રૂપિયા પ્રતિ 10 ગ્રોમ પર કારોબાર કરી રહ્યા છે. ચાંદીના સપ્ટેમ્બર ડિલિવરી 137 રૂપિયા કિલો નીચે 67000 રૂપિયા પ્રતિ કિલો પર નજર આવી રહ્યા છે. બુધવારે બકરીઇદ પ્રસંગ પર બજારો બંધ રહ્યા હતા. ગોલ્ડ તેના પાછલા વર્ષના ઉચ્ચતમ સ્તર (56200 રૂપિયા પ્રતિ 10 ગ્રામ) ની નજીક આઠ હજાર રૂપિયા નીચે છે.


11:20 AM


TCS। ગોલ્ફ ટુર્નામેન્ટ માટે ઑર્ડર પ્રાપ્ત થયો છે. Dutch open ગોલ્ફ ટુર્નામેન્ટનો ઑર્ડર મળ્યો છે. ડિજિટલ સર્વિસ માટે ઑર્ડર મળ્યો છે.


10:56 AM


Indiabulls Realમાં 165 રૂપિયા પ્રતિ શેર પર 5.10 લાખ શેરમાં બ્લોક ડીલ કરે છે. જ્યારે 3350 રૂપિયા પ્રતિ શેર પર Jubilant Foodમાં 90,748 શેરોમાં બ્લોક ડીલ કરે છે. અહીં બીજી બાજુ BPCLમાં 457-460 રૂપિયા પ્રતિ શેરના સ્તર પર 1.88 લાખ શેરોમાં બ્લોક ડીલ છે.


10:35 AM


સીએનબીસી-બજારના એક્સક્લૂસિવ સમાચાર મુજબ આજે બપોરે કેબિનેટની એક મહત્વપૂર્ણ બેઠક મળશે. PETROLEUM & NATURAL GAS સેક્ટરમાં FDI પૉલિસીની સમીક્ષા થઈ શકે છે. BPCLમાં 100 ટકા સુધી FDIના માટે નિયમોમાં જરૂરી ફેરફારો પર નિર્ણય લેવાનું શક્ય છે.


10:25 AM


GLAND PHARMA। Heteroથી Sputnik V વેક્સીન VIALS માટે ઑર્ડર મળ્યો છે. જુલાઈ-સપ્ટેમ્બરમાં Heteroને Sputnik V વેક્સીન VIALS સપ્લાય કરશે. માર્ચ સુધીમાં ચીનમાં ઓછામાં ઓછું 1 પ્રોડક્ટ લૉન્ચ કરવાની યોજના છે. FY23 એપ્રિલ-જૂનમાં ચીનમાં કેટલાક વધુ નવા પ્રોડક્ટ માટે અરજી કરવામાં આવશે.


10:16 AM


બજારમાં બુલ્સને જોરદાર Comeback જોવા મળ્યો છે. HDFC BANK, ICICI BANK, BAJAJ FINANCE અને INFOSYSએ બજારમાં જોશ ભર્યો છે. નિફ્ટી બેન્ક સૌથી વધુ એક્શન જોવા મળી રહ્યું છે અને 400 પોઇન્ટથી વધુનો ઉછાળો છે.


10:02 AM


Rupee Open: ઇક્વિટી માર્કેટની જેમ આજે પણ રૂપિયાએ જોરદાર શરૂઆત કરી છે. ડૉલર સામે રૂપિયો આજે 19 પૈસાના વધારા સાથે ખુલ્યો છે. ડૉલર સામે રૂપિયો 74.43 ના સ્તર પર ખુલ્યો છે. જો કે, મંગળવારે એટલે કે 20 જુલાઈના કારોબારમાં ડૉલરની સામે રૂપિયો 25 પૈસા મજબૂત થઈને 74.62 ના સ્તર પર બંધ રહ્યો હતો.


09:28 AM


Asian Paintsપર બ્રોકરેજની અભિપ્રાય


બ્રોકરેજએ એશિયન પેઇન્ટ્સના પરિણામો પછી પોતાનો અભિપ્રાય વ્યક્ત કરતાં કહ્યું છે કે કંપનીની આવક અનુમાન કરતા વધારે છે, જોકે માર્જિને નિરાશ કર્યું છે. જ્યારે ગ્રોથ આઉટલુકને લેઇને મેનેજમેન્ટ ઘણો વિશ્વાસ છે. પરંતુ કંપનીના માર્જિન અંગે ચિંતા યથાવત્ છે. બ્રોકરેજ કહે છે કે આ સમયે આ શેરમાં વધુ સારા એન્ટ્રી પોઇન્ટની રાહ જોવી જોઈએ. જ્યારે બીજી બાજુ હોમ ડેકોર બિઝનેસમાં ઉત્સાજનક ગ્રોથ દેખાય રહી છે.


09:22 AM


સેન્સેક્સ અને નિફ્ટી આજે વધારાની સાથે ખુલ્યા છે. શરૂઆતી કારોબારમાં સેન્સેક્સ 52,629.16 સુધી વધ્યા જ્યારે નિફ્ટીએ 15,750 ની પાર છે. સેન્સેક્સ અને નિફ્ટીમાં 0.77 ટકાની ઊપર મજબૂતી સાથે જોવામાં આવી રહ્યા છે.


સ્મૉલકેપ શેરોમાં અને મિડકેપ શેરોમાં ખરીદારીનું વલણ જોવામાં આવી રહ્યુ છે. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 0.65 ટકાની મજબૂતીની સાથે દેખાય રહી છે, જ્યારે બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 0.77 ટકા વધીને કારોબાર થઈ રહ્યો છે.


હાલમાં બીએસઈના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 403.80 અંક એટલે કે 0.77 ટકાના વધારાની સાથે 52602.31 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યારે એનએસઈના 50 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 120.10 અંક એટલે કે 0.77 ટકા ઉછળીને 15752.20 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.


ફાર્મા, ફાઈનાન્શિયલ સર્વિસ, પ્રાઈવેટ બેન્ક, રિયલ્ટી, પીએસયુ બેન્ક, મેટલ, એફએમસીજી, ઑટો અને આઈટી 0.30-1.63% વધારાની સાથે જોવાને મળી રહ્યા છે. બેન્ક નિફ્ટી 0.78 ટકા વધારાની સાથે 34,685.20 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.


દિગ્ગજ શેરોમાં બજાજ ફાઈનાન્સ, વિપ્રો, બજાજ ફિનસર્વ, ઓએનજીસી, હિંડાલ્કો, ટાટા સ્ટીલ અને જેએસડબ્લ્યુ સ્ટીલ 1.87-3.46 ટકા સુધી વધ્યા છે. જ્યારે દિગ્ગજ શેરોમાં એશિયન પેંટસ, પાવરગ્રિડ, એચસીએલ ટેક, ડિવિઝ લેબ, સિપ્લા અને બ્રિટાનિયા 0.19-1.39 ટકા સુધી ઘટ્યા છે.


મિડકેપ શેરોમાં જુબિલન્ટ ફૂડ્ઝ, ક્રિસિલ, હિંદુસ્તાન એરોન, ઓયલ ઈન્ડિયા અને મોતિલાલ ઓસવાલ 2.85-7.54 ટકા સુધી ઉછળા છે. જ્યારે અદાણી ટ્રાન્સફર, અદાણી પાવર, આઈસીઆઈસીઆઈ સિક્યોરિટીઝ, અદાણી ગ્રીન અને શ્રીરામ ટ્રાન્સફર 1.01-5 ટકા ઘટ્યો છે.


સ્મૉલકેપ શેરોમાં આઈડીએફસી, ઓલકાર્ગો, સેન્ટ્રલ બેન્ક, દોલત ઈન્વેસ્ટમેન્ટ અને મન ઈન્ફ્રા 5.32-15.92 ટકા સુધી ઉછળા છે. જો કે સ્મૉલકેપ શેરોમાં શક્તિ પંપ્સ, મંગલમ ઓર્ગન, વેંકિસ, ન્યુજેન સૉફ્ટવેર અને અદાણી ટોટલ ગેસ 4.99-6.97 ટકા સુધી તૂટ્યા છે.