બજાર » સમાચાર » બજાર

સેન્સેક્સ 879 અંક વધ્યો, નિફ્ટી 9800 ની ઊપર બંધ

ના રોજ પ્રકાશિત Mon, 01, 2020 પર 15:44  |  સ્ત્રોત : Moneycontrol.com

આજે સપ્તાહના પહેલા કારોબારી સત્રના દિવસે ભારતીય બજાર મજબૂતીની સાથે બંધ થયા છે. આજે નિફ્ટી 9800 ની ઊપર બંધ થયા જ્યારે સેન્સેક્સે 33303.52 પર બંધ થયા. આજના કારોબારમાં નિફ્ટીએ 9,931.60 સુધી પહોંચ્યો તો સેન્સેક્સ 33,673.83 સુધી પહોંચ્યો હતો.

સ્મૉલકેપ અને મિડકેપ શેરોમાં ખરીદારીનું વલણ જોવા મળ્યુ. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 2.65 ટકા વધીને 12,157.40 ના સ્તર પર બંધ થયા છે. જ્યારે બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 3.03 ટકાની મજબૂતીની સાથે 11,222.76 પર બંધ થયા છે.

અંતમાં બીએસઈના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 879.42 અંક એટલે કે 2.71 ટકાની મજબૂતીની સાથે 33303.52 ના સ્તર પર બંધ થયા છે. તો એનએસઈના 50 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 245.85 અંક એટલે કે 2.57 ટકાની વધારાની સાથે 9826.15 ના સ્તર પર બંધ થયા છે.

આજે આઈટી, ઑટો, પીએસયુ બેન્ક, મેટલ, એફએમસીજી, ફાર્મા, ફાઈનાન્સ સર્વિસ અને રિયલ્ટી શેરોમાં સારી ખરીદારી જોવા મળી છે. બેન્ક નિફ્ટી 0.22 ટકાના ઘટાડાની સાથે 19212.80 ના સ્તર પર બંધ થયા છે.

આજના કારોબારના આ સમય દરમ્યાન દિગ્ગજ શેરોમાં બજાજ ફાઈનાન્સ, બજાજ ફિનસર્વ, ટાઈટન, ટાટા સ્ટીલ, એમએન્ડએમ અને એસબીઆઈ 5.33-10.46 ટકા સુધી વધીને બંધ થયો છે. જો કે દિગ્ગજ શેરોમાં ડૉ.રેડ્ડીઝ, ભારતી ઈન્ફ્રાટેલ, અલ્ટ્રાટેક સિમેન્ટ, નેસ્લે ઈન્ડિયા, સન ફાર્મા અને ગ્રાસિમ 1.55-2.94 ટકા સુધી ઘટીને બંધ થયા છે.

મિડકેપ શેરોમાં આઈડીબીઆઈ બેન્ક, વોલ્ટાસ, ઈન્ડિયન હોટલ્સ, કેનેરા બેન્ક અને આદિત્ય બિરલા ફેશન 19.95-9.52 ટકા સુધી વધીને બંધ થયા છે. જો કે મિડકેપ શેરોમાં અજંતા ફાર્મા, બેયર કૉપસાઈન્સ, ન્યુ ઈન્ડિયા એસ્યોર, એલેમ્બિક ફાર્મા અને પ્રેસ્ટીજ એસ્ટેટ 4.64-1.85 ટકા સુધી ઘટીને બંધ થયા છે.

સ્મૉલકેપ શેરોમાં શોપર સ્ટૉપ, મન ઈન્ડસ્ટ્રીઝ, અરવિંદ, સ્વરાજ એન્જિન અને ઓરિએન્ટ સિમેન્ટ 19.99-16.42 ટકા સુધી ઉછળીને બંધ થયા છે. જો કે સ્મૉલકેપ શેરોમાં ઈન્ટ્રાસૉફ્ટ ટેક, પ્રેક્ષિક હોમ, એસ પી એપ્પરલ્સ, અડોર વેલ્ડિંગ અને વિધિ સ્પેકટર 4.93-3.2 ટકા નબળાઈની સાથે બંધ થયા છે.