બજાર » સમાચાર » બજાર

વર્ષના અંતિમ દિવસે બજારમાં દેખાણી ચારે બાજુ તેજી, સેન્સેક્સ 1028 અંક વધ્યો, નિફ્ટી 8600 ની નજીક બંધ

ના રોજ પ્રકાશિત Tue, 31, 2020 પર 15:47  |  સ્ત્રોત : Moneycontrol.com

વર્ષના અંતિમ દિવસે બજારમાં ચારે બાજુ તેજી જોવાને મળી છે. ત્યારે ઘરેલૂ બજાર 3 ટકા થી વધારે મજબૂત થઈને બંધ થયા છે. આજે નિફ્ટી 8600 ની નજીક બંધ થયા જ્યારે સેન્સેક્સે 1028 પર બંધ થયા. આજના કારોબારમાં નિફ્ટીએ 8,678.30 સુધી પહોંચ્યો તો સેન્સેક્સ 29,770.88 સુધી પહોંચ્યો હતો.

સ્મૉલકેપ અને મિડકેપ શેરોમાં ખરીદારીનું વલણ જોવા મળ્યુ. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 2.49 ટકા વધીને 10,569.93 ના સ્તર પર બંધ થયા છે. જ્યારે બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 2.98 ટકાની મજબૂતીની સાથે 9,608.92 પર બંધ થયા છે.

અંતમાં બીએસઈના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 1028.17 અંક એટલે કે 3.62 ટકાની મજબૂતીની સાથે 29468.49 ના સ્તર પર બંધ થયા છે. તો એનએસઈના 50 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 316.65 અંક એટલે કે 3.82 ટકાની વધારાની સાથે 8597.75 ના સ્તર પર બંધ થયા છે.


આજે આઈટી, એફએમસીજી, ફાઈનાન્સ સર્વિસ, ઑટો, પીએસયુ બેન્ક, ફાર્મા, મેટલ અને રિયલ્ટી શેરોમાં સારી ખરીદારી જોવા મળી છે. બેન્ક નિફ્ટી 1.93 ટકાના વધારાની સાથે 19144 ના સ્તર પર બંધ થયા છે.

આજના કારોબારના આ સમય દરમ્યાન દિગ્ગજ શેરોમાં બીપીસીએલ, બ્રિટાનિયા, ગેલ, ઓએનજીસી, યુપીએલ, હિંડાલ્કો, રિલાયન્સ અને આઈટીસી 6.72-13.56 ટકા સુધી વધીને બંધ થયો છે. જો કે દિગ્ગજ શેરોમાં ઈન્ડસઈન્ડ બેન્ક, આઈશર મોટર્સ, સિપ્લા, ઝિ એન્ટરટેનમેન્ટ, બજાજ ફિનસર્વ, બજાજ ફાઈનાન્સ અને મારૂતિ સુઝુકી 0.93-15.14 ટકા સુધી ઘટીને બંધ થયા છે.

મિડકેપ શેરોમાં ટીટીકે પ્રેસ્ટીજ, ગોદરેજ એગ્રોવેટ, સીજી કંઝ્યુમર, એસ્કોર્ટ્સ અને નિપ્પોન 19.30-9.98 ટકા સુધી વધીને બંધ થયા છે. જો કે મિડકેપ શેરોમાં આરબીએલ બેન્ક, પ્રેસ્ટીજ એસ્ટેટ, ચોલામંડલમ, ફ્યુચર રિટેલ અને થોમસ કૂક 9.63-4.86 ટકા સુધી ઘટીને બંધ થયા છે.

સ્મૉલકેપ શેરોમાં ફર્મેન્ટા બાયો, એચજી ઈન્ફ્રા એન્જીનયરિંગ, ટીટીકે પ્રેસ્ટીજ, રેમકિઝ ઈન્ફ્રા અને ક્વિક હિલ ટેક 19.99-18.49 ટકા સુધી ઉછળીને બંધ થયા છે. જો કે સ્મૉલકેપ શેરોમાં સિગનિટી ટેક, પ્રાઇમ ફોક્સ, ભારત રોડ નેટ, મહિન્દ્રા લાઇફ અને એન્ટરટેનમેન્ટ નેટવર્ક 18.14-7.69 ટકા નબળાઈની સાથે બંધ થયા છે.