બજાર » સમાચાર » બજાર

સેન્સેક્સ 1410 અંક વધ્યો, નિફ્ટી 8650 ની ઊપર બંધ

ના રોજ પ્રકાશિત Thu, 26, 2020 પર 15:43  |  સ્ત્રોત : Moneycontrol.com

આજે એક્સપાયરીના દિવસે ભારતીય બજાર 4 ટકા થી વધારે મજબૂત થઈને બંધ થયા છે. આજે નિફ્ટી 8650 ની ઊપર બંધ થયા જ્યારે સેન્સેક્સે 1410 પર બંધ થયા. આજના કારોબારમાં નિફ્ટીએ 8,749.05 સુધી પહોંચ્યો તો સેન્સેક્સ 30,099.91 સુધી પહોંચ્યો હતો.

સ્મૉલકેપ અને મિડકેપ શેરોમાં ખરીદારીનું વલણ જોવા મળ્યુ. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 3.75 ટકા વધીને 10,594.42 ના સ્તર પર બંધ થયા છે. જ્યારે બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 3.87 ટકાની મજબૂતીની સાથે 9,482.64 પર બંધ થયા છે.

અંતમાં બીએસઈના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 1410.99 અંક એટલે કે 4.94 ટકાની મજબૂતીની સાથે 29946.77 ના સ્તર પર બંધ થયા છે. તો એનએસઈના 50 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 335.70 અંક એટલે કે 4.04 ટકાની વધારાની સાથે 8653.55 ના સ્તર પર બંધ થયા છે.

આજે આઈટી, એફએમસીજી, ફાઈનાન્સ સર્વિસ, ઑટો, પીએસયુ બેન્ક, ફાર્મા, મેટલ અને રિયલ્ટી શેરોમાં સારી ખરીદારી જોવા મળી છે. બેન્ક નિફ્ટી 6.36 ટકાના વધારાની સાથે 19656.50 ના સ્તર પર બંધ થયા છે.

આજના કારોબારના આ સમય દરમ્યાન દિગ્ગજ શેરોમાં ઈન્ડિયાબુલ્સ બેન્ક, એલએન્ડટી, બજાજ ફાઈનાન્સ, ભારતી એરટેલ, હિરોમોટોકૉર્પ, બજાજ ઑટો, પાવર ગ્રિડ, એચડીએફસી અને ભારતી ઈન્ફ્રાટેલ 6.44-46.03 ટકા સુધી વધીને બંધ થયો છે. જો કે દિગ્ગજ શેરોમાં ગેલ, એચસીએલ ટેક, સન ફાર્મા, ટાટા સ્ટીલ, ટેક મહિન્દ્રા, જેએસડબ્લ્યુ સ્ટીલ અને રિલાયન્સ 1.22-3.31 ટકા સુધી ઘટીને બંધ થયા છે.

મિડકેપ શેરોમાં મેક્સ ફાઈનાન્શિયલ, એસ્ટ્રલ પોલી ટેક, ન્યુ ઈન્ડિયા એસ્યોરન્સ, મહાનગર ગેસ અને કંસાઈ નેરોલેક 22.98-14.09 ટકા સુધી વધીને બંધ થયા છે. જો કે મિડકેપ શેરોમાં શ્રીરામ સીટી, એમફેસિસ, એલએન્ડટી ટેક્નોલૉજી, ફ્યુચર રિટેલ અને જિંદાલ સ્ટીલ 6.86-4.44 ટકા સુધી ઘટીને બંધ થયા છે.

સ્મૉલકેપ શેરોમાં પીપીએપી ઑટોમોટીવ, યુનિકેમિકલ્સ લેબ્સ, બોરોસિલ, ગુજરાત અંબુજા એક્સપોર્ટ્સ અને જોનશન કંટ્રોલ 19.98-19.07 ટકા સુધી ઉછળીને બંધ થયા છે. જો કે સ્મૉલકેપ શેરોમાં વર્ધમાન સ્ટીલ્સ, સાલસાર ટેક્નો, ઈન્ડિયન ટ્રેન, પ્રિમિયર એક્સપ્લોર અને કેઆરપી મિલ 14.06-8.18 ટકા નબળાઈની સાથે બંધ થયા છે.