બજાર » સમાચાર » બજાર

નવા રેકૉર્ડ હાઈ પર બંધ થયા બજાર, સેન્સેક્સ 872 અંક વધ્યો, નિફ્ટી 16100 ની પાર

આજના કારોબારમાં નિફ્ટીએ 15,893.55 સુધી પહોંચી તો સેન્સેક્સ 53,887.98 સુધી પહોંચ્યો હતો.
ના રોજ પ્રકાશિત Tue, 03, 2021 પર 15:44  |  સ્ત્રોત : CNBC-Bajar

આજના કારોબારી સત્રના દિવસે ભારતીય બજાર વધારાની સાથે બંધ થયા છે. આજે નિફ્ટી 16130 પર બંધ થયા જ્યારે સેન્સેક્સે 53823.36 પર બંધ થયા. આજના કારોબારમાં નિફ્ટીએ 16,146.90 સુધી પહોંચી તો સેન્સેક્સ 53,887.98 સુધી પહોંચ્યો હતો.

સ્મૉલકેપ અને મિડકેપ શેરોમાં ખરીદારી જોવા મળી. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 0.19 ટકા ઉછળીને 23,374.21 ના સ્તર પર બંધ થયા છે. જ્યારે બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 0.23 ટકાની મજબૂતીની સાથે 27,134 પર બંધ થયા છે.

અંતમાં બીએસઈના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 872.73 અંક એટલે કે 1.65 ટકાની મજબૂતીની સાથે 53823.36 ના સ્તર પર બંધ થયા છે. તો એનએસઈના 50 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 245.60 અંક એટલે કે 1.55 ટકાની તેજીની સાથે 16130.80 ના સ્તર પર બંધ થયા છે.


આજે ફાઈનાન્સ સર્વિસ, રિયલ્ટી, પ્રાઈવેટ બેન્ક, પીએસયુ બેન્ક, એફએમસીજી, ઑટો, ફાર્મા અને આઈટી શેરોમાં 0.26-1.73 ટકાની ખરીદારી જોવા મળી છે. બેન્ક નિફ્ટી 1.43 ટકાના વધારાની સાથે 35,207.45 ના સ્તર પર બંધ થયા છે. જ્યારે મેટલ શેરોમાં ઘટાડો જોવાને મળ્યો છે.

આજના કારોબારના આ સમય દરમ્યાન દિગ્ગજ શેરોમાં ટાઈટન, એચડીએફસી, ઈન્ડસઈન્ડ બેન્ક, નેસ્લે ઈન્ડિયા, અલ્ટ્રાટેક સિમેન્ટ અને એસબીઆઈ 2.55-3.99 ટકા સુધી વધીને બંધ થયો છે. જો કે દિગ્ગજ શેરોમાં જેએસડબ્લ્યુ સ્ટીલ, શ્રી સિમેન્ટ, બજાજ ઑટો, યુપીએલ, ટાટા સ્ટીલ અને એનટીપીસી 0.17-0.78 ટકા સુધી ઘટીને બંધ થયા છે.

મિડકેપ શેરોમાં ગોદરેજ ઈન્ડસ્ટ્રીઝ, ક્યુમિન્સ, ગ્લેક્સોસ્મિથ, અશોક લેલેન્ડ અને ભારત ફોર્જ 3.24-5.81 ટકા સુધી વધીને બંધ થયા છે. જો કે મિડકેપ શેરોમાં મોતિલાલ ઓસવાલ, આરબીએલ બેન્ક, સીજી કંઝ્યુમર, ઑબરોય રિયલ્ટી અને શ્રીરામ ટ્રાન્સફર 2.58-4.02 ટકા સુધી ઘટીને બંધ થયા છે.

સ્મૉલકેપ શેરોમાં રાણે મદ્રાસ, સંધિ ઈન્ડસ્ટ્રીઝ, એચઓઈસી, નિલકમલ અને સુવેન લાઈફ સાઈન્સ 11.18-14.80 ટકા સુધી ઉછળીને બંધ થયા છે. જો કે સ્મૉલકેપ શેરોમાં મહિન્દ્રા લોજિસ્ટિક્સ, વાડિલાલ ઈન્ડસ્ટ્રીઝ, સ્વાન એનર્જી, ન્યુલેન્ડ લેબ અને બ્રાઈટકોમ ગ્રુપ 4.97-7.96 ટકા નબળાઈની સાથે બંધ થયા છે.