બજાર » સમાચાર » બજાર

સેન્સેક્સમાં 572 અંકનો કડાકો, નિફ્ટી 10601 પર બંધ

ના રોજ પ્રકાશિત Thu, 06, 2018 પર 15:51  |  સ્ત્રોત : Moneycontrol.com

સેન્સેક્સ અને નિફ્ટીમાં 2 ટકાનો ઘટાડો દર્જ કરવામાં આવ્યો છે. આજના કારોબારમાં સેન્સેક્સે 35266.76 સુધી ગોથા લગાવ્યા હતા જ્યારે નિફ્ટી 10,588.25 સુધી તૂટી ગયા હતા. અંતમાં સેન્સેક્સ 35310 ની આસપાસ બંધ થયા છે અને નિફ્ટીએ 10600 ના સ્તરને કાયમ રાખ્યા છે.

જો કે મિડકેપ અને સ્મૉલકેપ શેરોમાં ખરીદારી જોવાને મળી છે. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 1.40 ટકા સુધીને વધીને બંધ થયા છે, જ્યારે નિફ્ટીના મિડકેપ 100 ઈન્ડેક્સમાં 1.62 ટકાનો ઘટાડો દેખાય છે. બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 1.36 ટકા સુધીનો વધારો દર્જ કરવામાં આવ્યો છે.

બધા સેક્ટર લાલ નિશાનમાં બંધ થતા જોવા મળ્યા છે. રિયલ્ટી, મેટલ, આઈટી, એફએમસીજી અને ઑટો શેરોમાં સૌથી વધારે દબાણ જોવામાં આવ્યુ. બેન્ક નિફ્ટી 1.21 ટકાના વધારાની સાથે 26198.30 ના સ્તર પર બંધ થયા છે.

અંતમાં બીએસઈના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 572.28 અંક એટલે કે 2 ટકાના ઘટાડાની સાથે 35312.13 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યારે એનએસઈના 50 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 181.70 અંક એટલે કે 2 ટકા ઘટીને 10601.20 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.

દિગ્ગજ શેરોમાં ઈન્ડિયાબુલ્સ હાઉસિંગ ફાઈનાન્સ, મારૂતિ સુઝુકી, બજાજ ફિનસર્વ, ટેક મહિન્દ્રા, ટાટા મોટર્સ, ગ્રાસિમ અને એચસીએલ ટેક 5.97-3.68 ટકા સુધી તૂટીને બંધ થયા છે. જો કે દિગ્ગજ શેરોમાં સન ફાર્મા, જેએસડબ્લ્યૂ સ્ટીલ, ગેલ અને પાવર ગ્રિડ 1.11-0.03 ટકા સુધી મજબૂત થઈને બંધ થયા છે.

મિડકેપ શેરોમાં ઈન્ડિયાબુલ્સ હાઉસિંગ ફાઈનાન્સ, રિલાયન્સ પાવર, એમએન્ડએમ ફાઈનાન્શિયલ, અદાણી એન્ટરપ્રાઈઝ અને રિલાયન્સ કેપિટલ 5.93-4.13 ટકા સુધી લપસ્યા છે. જો કે મિડકેપ શેરોમાં વક્રાંગી, યુનાઇટેડ બ્રુઅરિઝ, એમફેસિસ, બજાજ હોલ્ડિંગ અને ઑબરોય રિયલ્ટી 4.97-1.04 ટકા સુધી ઉછળા છે.

સ્મૉલકેપ શેરોમાં નવકાર કૉર્પ, કેપિટલ ટ્રસ્ટ, બિલ્સ જીવીકે, એનસીસી અને કેડીડીએલ 10.35-7.2 ટકા સુધી તૂટ્યા છે. જો કે સ્મૉલકેપ શેરોમાં કેલ્ટોન ટેક, વક્રાંગી, એલનટાસ બેક, સોનાટા અને એચડીઆઈએલ 19.63-4.17 ટકા સુધી મજબૂત થયા છે.