બજાર » સમાચાર » બજાર

Market live: બજારમાં લગાદાર ત્રીજા દિવસે જોરદાર તેજી, નિફ્ટી 8600 ની ઊપર

ના રોજ પ્રકાશિત Thu, 26, 2020 પર 09:30  |  સ્ત્રોત : Moneycontrol.com

03:00 PM


બજારમાં શાનદાર વધારો જોવા મળી રહ્યો છે. સેન્સેક્સ 1400 અંકના વધારા સાથે આશરે 30000 ના સ્તરે પર કારોબાર કરી રહ્યો છે. જ્યારે નિફ્ટી લગભગ 400 અંકના વધારા સાથે 8710 ના ઉપર સ્તર પર જોવા મળી રહ્યો છે. બેન્કિંગ શેરના સારા ઉછાળાને કારણે 5 ટકાનો ઉછાળો જોવા મળી રહ્યો છે. જ્યાકે મધ્ય અને સ્મૉલકેપ ઇન્ડેક્સ 3 ટકાથી વધુના ઉછાળા સાથે કામકાજ કરી રહ્યું છે.


02:00 PM


458.9 રૂપિયાના પ્રતિ શૅર પર 22.46 લાખ શૅરનો સોદો થયો છે.


01:20 PM


કોરોના ટેસ્ટ માટે આઇસીએમઆરને મંજૂરી મળી છે. અપોલો હૉસ્પિટલએ તેના અધિકારી નિવેદનમાં જણાવ્યું છે કે તે આવતી કાલથી કોરોના ટેસ્ટ શરૂ કરશે. સાથે જ 5 શહેરોમાં આઇસોલેશન વોર્ડ શરૂ કરશે.


01:00 PM


એમસીએક્સે ટ્રેડિંગનો સમય ઘટાડે છે. એમસીએક્સએ ટ્રેડિંગનો સમય 14 કલાકથી ઘટાડીને 8 કલાક કર્યો છે. એમસીએક્સનો નવો સમય 30 માર્ચથી 14 એપ્રિલ સુધી લાગુ રહેશે.


12:35 PM


બપોરે એક વાગ્યે એફએમ પ્રેસ કોન્ફરન્સ યોજાનાર છે, જેમાં સરકાર કોરોના અસરગ્રસ્તો માટે 1.5 લાખ કરોડનું પેકેજ આપી શકે છે. પેકેજમાં ખેડુતો, દિહાડી મજૂરો, એસએમઈ સેક્ટરને મોટી રાહત આપી શકે છે. 10 કરોડ લોકોના ખાતામાં સીધા પૈસા ટ્રાન્સફર કરી શકાય છે. જણાવીએ કે સમગ્ર દેશમાં કોરોનાના અત્યાર સુધીમાં 625 કેસ સામે આવ્યા છે. અત્યાર સુધીમાં 15 લોકોનાં મોત થઇ ગઇ છે.


12:00 PM


CAPLIN POINTની Isoptin દવાના સામાન્યને યુએસએફડીએ દ્વારા મંજૂરી મળી ગઇ છે. બપોરે 1 વાગ્યે નાણાં પ્રધાનની એક પ્રેસ કોન્ફરન્સ થશે, જેમાં ઘણા સેક્ટર્સને રાહત આપવાનો નિર્ણય લઇ શક્ય છે. આ સાથે દિહાડી મજૂરો માટે પણ મોટી જાહેરાત શક્ય છે.


11:00 AM


બજારમાં શાનદાર તેજી જોવા મળી રહી છે. એક્સપાયરી લીધે જબરદસ્ત શોર્ટકોવરિંગ જોવા મળી રહી છે. નિફ્ટી 290 અંક ઉપર કારોબાર કરી રહ્યો છે. બેન્ક નિફ્ટીમાં આશરે 1500 અંકનો ઉછાળો જોવાઇ મળી રહ્યો છે. એચડીએફસી ટ્વિન્સ, આઈસીઆઈસીઆઈ બેન્ક, કોટક મહિન્દ્રા બેન્ક અને ઈન્ફોસિસમાં 4 થી 10 ટકા સુધી પહોંચી ગયા છે. નાના-મધ્યમ શેરોમાં પણ સારી ખરીદી જોવા મળી રહી છે. નિફ્ટીના 50 માંથી 45 શેરોમાં તેજી જોવા મળી રહી છે. જ્યારે સેન્સેક્સના 30 માંથી 29 શેરોમાં ખરીદી જોવા મળી રહી છે. બેન્ક નિફ્ટીના તમામ 12 શેરોમાં ખરીદી જોવા મળી રહી છે. બીએસઈના તમામ સેક્ટર ઇન્ડેક્સમાં ખરીદી કરી રહ્યો છે.


10:55 AM


બજારની તેજીમાં મિડકેપ શેર આજનો હીરો બન્યો છે. ઇન્ડિયા ગ્લાયકોલ, પ્રાજ ઇન્ડસ્ટ્રીઝ પાસે 10 ટકાનો અપર સર્કિટ છે. SANITIser બનાવવા માટે લાઇસન્સ મેળવવાના સમાચારથી યુનાઇટેડ સ્પિરિટ્સ અને યુનાઇટેડ બ્રાયરીઝ પણ ભાગ્યો છે.


10:30 AM


બજારમાં લાગાદાર ત્રીજા દિવસે શાનદાર તેજી જોવાને મળી રહી છે. નિફ્ટી 8500 ની ઊપર પહોંચી ગઈ છે. બેન્ક નિફ્ટીમાં 1200 અંકોનો ઉછાળો આવ્યો છે. HDFC TWINS, ICICI Bank અને Infosys માં સૌથી વધારે તેજી જોવાને મળી રહી છે.

09:50 AM

આઈટી શેર સારી રોનક જોવાને મળી રહી છે. નિફ્ટી આઈટી ઈન્ડેક્સ લગાતાર ત્રીજા દિવસની તેજીમાં 13 ટકા વધ્યા છે. એફએમસીજી અને રિયલ્ટી ઈન્ડેક્સ પણ એકથી બે ટકા સુધી ભાગ્યા છે.


09:40 AM

ફાર્મા શેરોમાં જોરદાર ખરીદારી જોવાને મળી રહી છે. 1700 કરોડ રૂપિયાના બાયબેક ખુલવાથી SUN PHARMA 3 ટકા વધ્યા છે. કંપની 425 રૂપિયાના ભાવ પર બાયબેક કરશે. સ્પાર્કે પણ 18 ટકાની છલાંગ લગાવી છે.

09:35 AM

યુએસ સીનેટે 2 લાખ કરોડ ડૉલરના Stimulus Package પાસ કરી દીધા છે. ડાઓ ફ્યુચર્સમાં નીચેથી 100 અંકનો સુધારો જોવાને મળી રહ્યો છે.


09:26 AM

આજના કારોબારી સત્રના દિવસે ઘરેલૂ બજારોમાં વધારાની સાથે કારોબાર જોવાને મળી રહ્યો છે. નિફ્ટી 8400 ની નજીક છે જ્યારે સેન્સેક્સમાં 313 અંકોનો વધારો દેખાયો છે. સેન્સેક્સ 1.10 અને નિફ્ટી 0.90 ટકાની મજબૂતીની સાથે કારોબાર કરી રહ્યા છે.

જો કે મિડકેપ અને સ્મૉલકેપ શેરોમાં ખરીદારી દેખાય રહી છે. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 0.90 ટકા વધ્યા છે, જ્યારે નિફ્ટીના મિડકેપ 100 ઈન્ડેક્સમાં 0.83 ટકાનો વધારો દર્જ કરવામાં આવ્યો છે. બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 1.23 ટકાની મજબૂતી દેખાય રહી છે.

હાલમાં બીએસઈના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 313.10 અંક એટલે કે 1.10 ટકાના વધારાની સાથે 28848.88 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યારે એનએસઈના 50 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 75.15 અંક એટલે કે 0.90 ટકાની મજબૂતીની સાથે 8393 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.


આઈટી, રિયલ્ટી, એફએમસીજી, ફાઈનાન્સ સર્વિસ અને ફાર્મા શેરોમાં 2.87-0.59 ટકા ખરીદારી જોવાને મળી રહી છે. બેન્ક નિફ્ટી વધારાની સાથે 18758.40 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. આઈટી શેરોમાં ઘટાડો દેખાય રહ્યો છે. પીએસયુ બેન્ક, ઑટો અને મેટલ શેરોમાં દબાણ જોવાને મળી રહ્યુ છે.

બજારમાં કારોબારના આ સમય દરમ્યાન દિગ્ગજ શેરોમાં ઈન્ડસઈન્ડ બેન્ક, એક્સિસ બેન્ક, ઈન્ફોસિસ, ટેક મહિન્દ્રા અને યુપીએલ 4.94-9.99 ટકા ઉછળા છે. જો કે દિગ્ગજ શેરોમાં ગ્રાસિમ, આઈઓસી, મારૂતિ સુઝુકી, ઓએનજીસી, જેએસડબ્લ્યુ સ્ટીલ, પાવર ગ્રિડ અને બીપીસીએલ 0.33-2.77 ટકા સુધી ઘટ્યા છે.

મિડકેપ શેરોમાં જેએમ ફાઈનાન્શિયલ, વરૂણ બેવરેજીસ, અજંતા ફાર્મા, ઈન્ફો એજ અને આઈજીએલ 9.95-7.82 ટકા સુધી વધ્યા છે. જો કે મિડકેપ શેરોમાં ઈન્ડિયાબુલ્સ વેન્ચર, ફ્યુચર રિટેલ, એડલવાઇઝ, એઆઈએ એન્જીનયરિંગ અને ઇપ્કા લેબ્સ 4.99-3.31 ટકા સુધી લપસ્યા છે.

સ્મૉલકેપ શેરોમાં જીએમ બ્રુઅરિઝ, સન ફાર્મા, ગુજરાત અપોલો, સુદર્શન કેમિકલ અને ફેરકેમિકલ્સ 16.59-12.45 ટકા સુધી મજબૂત થયા છે. જો કે સ્મૉલકેપ શેરોમાં વોલ્ટામ્પ ટ્રાન્સફર, સૌરાષ્ટ્ર કેમિકલ્સ, પીએનબી ગિલ્ટ્સ, કોલ્તે પાટિલ અને ઈન્ડિયાબુલ્સ વેન્ચર 7.82-4.99 ટકા સુધી તૂટ્યા છે.