બજાર » સમાચાર » કંપની સમાચાર

નિફ્ટી 11860 ની ઊપર, સેન્સેક્સ 66 અંક વધ્યો

ના રોજ પ્રકાશિત Thu, 27, 2019 પર 09:28  |  સ્ત્રોત : CNBC-Bajar

આજના કારોબારી દિવસે ઘરેલૂ બજારોમાં વધારાની સાથે કારોબાર જોવાને મળી રહ્યો છે. નિફ્ટી 11860 ની ઊપર છે જ્યારે સેન્સેક્સમાં 65.98 અંકોનો વધારો દેખાયો છે. સેન્સેક્સ અને નિફ્ટી 0.2 ટકાની મજબૂતીની સાથે કારોબાર કરી રહ્યા છે.

જો કે મિડકેપ અને સ્મૉલકેપ શેરોમાં ખરીદારીનું વલણ જોવામાં આવી રહ્યુ છે. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 0.22 ટકા મજબૂતી છે, જ્યારે નિફ્ટીના મિડકેપ 100 ઈન્ડેક્સમાં 0.26 ટકાનો વધારો જોવામાં આવી રહ્યો છે. બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 0.23 ટકા વધ્યા છે.

હાલમાં બીએસઈના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 65.98 અંક એટલે કે 0.17 ટકાના વધારાની સાથે 39658.06 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યારે એનએસઈના 50 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 19.40 અંક એટલે કે 0.16 ટકા વધીને 11866.90 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.

મેટલ, પીએસયુ બેન્ક, કંઝ્યુમર ડ્યુરેબલ્સ, રિયલ્ટી, બેન્કિંગ અને ફાઈનાન્સ શેરોમાં ખરીદારી જોવાને મળી રહી છે. બેન્ક નિફ્ટી 0.23 વધારાની સાથે 31233.65 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યારે ફાર્મા શેરમાં વેચવાલી દેખાય રહી છે.

બજારમાં કારોબારના આ સમય દરમ્યાન દિગ્ગજ શેરોમાં ભારતી ઈન્ફ્રાટેલ, ઈન્ડુસઈન્ડ બેન્ક, ઈન્ડિયાબુલ્સ હાઉસિંગ ફાઈનાન્સ, ઝિ એન્ટરટેનમેન્ટ અને ટાટા મોટર્સ 1.18-1.73 ટકા ઉછળા છે. જો કે દિગ્ગજ શેરોમાં યુપીએલ, કોલ ઈન્ડિયા, ડૉ.રેડ્ડીઝ, સન ફાર્મા, એચસીએલ ટેક, એચડીએફસી બેન્ક અને ટેક મહિન્દ્રા 0.30-0.54 ટકા સુધી ઘટ્યા છે.

મિડકેપ શેરોમાં રિલાયન્સ ઈન્ફ્રા, રિલાયન્સ કેપિટલ, વક્રાંગી, એલઆઈસી હાઉસિંગ ફાઈનાન્સ, જેએસડબ્લ્યુ એનર્જી 5.25-1.37 ટકા સુધી વધ્યા છે. જો કે મિડકેપ શેરોમાં ગોદરેજ ઈન્ડસ્ટ્રીઝ, વોકહાર્ટ, એબીબી ઈન્ડિયા, ટોરેન્ટ પાવર અને મેક્સ ફાઈનાન્શિયલ 1.03-0.76 ટકા સુધી લપસ્યા છે.

સ્મૉલકેપ શેરોમાં ઈન્ડો ટેક ટ્રાન્સફર, ત્રિવેણી એન્જિનયરિંગ, કોફી ડે, ડાલમિયા શુગર અને સિગનેટ ઈન્ડસ્ટ્રીઝ 8.60-5.53 ટકા સુધી મજબૂત થયા છે. જો કે સ્મૉલકેપ શેરોમાં સીએમઆઈ, કોક્સ એન્ડ કિંગ્સ, સાવન એનર્જી, જે કુમાર ઈન્ફ્રા અને શાલિમાર પેંટ્સ 10.53-4.18 ટકા સુધી તૂટ્યા છે.