બજાર » સમાચાર » બજાર

ચેહરો બતાવીને થશે ચેક-ઇન

ના રોજ પ્રકાશિત Fri, 22, 2019 પર 16:55  |  સ્ત્રોત : CNBC-Bajar

ગુજરાતથી દિલ્હી જતા મુસાફરો માટે સારા સમાચાર આવ્યા છે. હવે દેશનું સૌથી વ્યસ્ત રહેનારા એરપોર્ટમાનું એક ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ પર હવે સરકારે ડીજી યાત્રા યોજના હેઠળ ડોમેસ્ટિક યાત્રા કરનારાઓને પેપરલેસ ચેક ઇનની સુવિધા શરૂ થવા જઇ રહી છે.


આ સંપૂર્ણ સિસ્ટમ બાયોમેટ્રિક પર આધારિત રહેશે અને આના માટે ટર્મિનલ 3 પર ખાસ E gates પણ લગાવવામાં આવશે. દિલ્હી ઇન્ટરનેશનલ એરપોર્ટ પ્રાઇવેટ લિમિટેડના અનુસાર વિસ્તારાની 6 સ્થાનિક ફ્લાઇટ્સમાં આનું ટ્રાયલ સફળ રહ્યું છે.


જલ્દી જ આ સુવિધાઓ વિસ્તારના તમામ સ્થાનિક ફ્લાઇટ્સ પર લાગૂ કરવામાં આવશે અને આવતા શિયાળા સુધીમાં IGI એરપોર્ટ ટર્મિનલ 3 થી જનારા તમામ સ્થાનિક મુસાફરોને આનો ફાયદો મળશે. જ્યારે કે હાલનું ચેક ઇન જેમાં તમે તમારુ I CARD બતાવો છો એ સુવિધા પણ ચાલુ રહેશે.