બજાર » સમાચાર » બજાર

બોટાદમાં ખેડૂતોએ કર્યા વાવણીના શ્રીગણેશ

ના રોજ પ્રકાશિત Sat, 15, 2019 પર 11:37  |  સ્ત્રોત : CNBC-Bajar

બોટાદ જિલ્લામાં પણ ખેડૂતોએ વાવણીના શ્રીગણેશ કર્યા છે. વાયુ વાવાઝોડાને કારણે સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં બે દિવસથી વરસાદ પડી રહ્યો છે. અહીં ખેડૂતોએ વિધિવત ચોમાસાની રાહ જોઈ નથી. વાવણી માટે ભીમ અગિયારસ સારો દિવસ માનવામાં આવે છે, એટલે આજ દિવસથી ખેડૂતોએ પોતાના ખેતરોમાં વાવણીની શરૂઆત કરી દીધી હતી.


વાયુ વાવાઝોડું ભાવનગર જિલ્લાના ખેડૂતો માટે આર્શીવાદ સમાન રહ્યું, વાયુ વાવાઝોડાને કારણે ડરમાં બેસેલા ખેડૂતોને જાણે કોથળામાંથી બિલાડુ મળી ગયુ, જેનો ફાયદો ખેડૂતોએ ઉઠાવી લીધો. વાવાઝોડાને કારણે થયેલો વરસાદ ખેડૂતો માટે વાવણી સમાન વરસાદ રહ્યો અને ખેડૂતોએ વાવણી શરૂ કરી દીધી. ભાવનગર જિલ્લામાં ખેતી લાયક જમીન 4 લાખ હેક્ટર છે,


જેમાંથી 4.25 લાખ હેક્ટર જમીનમાં જ વાવેતર થાય છે. અહીં સૌથી વધુ કપાસ, મગફળી અને ડુંગળીનું વાવેતર થાય છે. મહુવા અને તળાજામાં સૌથી વધુ ડુંગળીનું વાવેતર થાય છે. ખેડૂતોએ વરસાદના કારણે વાવણીના શ્રી ગણેશ તો કર્યા છે, પરંતુ કુદરત તેમના પર કેટલી મહેરબાન રહે છે, તે જોવુ રહ્યું.