બજાર » સમાચાર » બજાર

સિંગતેલના ભાવમાં 20 રુપિયાનો વધારો

ના રોજ પ્રકાશિત Sat, 14, 2019 પર 15:46  |  સ્ત્રોત : CNBC-Bajar

સામાન્ય જનતા માટે વધુ એક આંચકારુપ સમાચાર છે. સીંગતેલના ભાવમાં ફરી 20 રૂપિયાનો વધારો થયો છે. અને કપાસિયા તેલના ભાવમાં 10 રૂપિયા નો વધારો ઝીંકાયો છે. રાજકોટના ઓઇલ બજારમાં સીંગતેલ સાથે કપાસિયા તેલના ભાવમાં પણ વધારો ઝીંકાયો છે. આ વધારા સાથે સિંગતેલના ડબ્બાનો ભાવ 1780થી 1800 રૂપિયા અને કપાસિયા તેલનનો ભાવ 1400 રૂપિયા જેટલો થયો છે.


સિંગતેલના ભાવ સતત વઘારા પાછળનું કારણ ચીન છે. ચીનમાં પણ મગફળીનું મોટા પ્રમાણમા વાવેતર થાય છે. ભારે વરસાદને કારણે ચીનમાં મગફળીનો પાક નિષ્ફળ જતાં ચીને ભારતના સિંગતેલ પર આઘાર રાખવો પડ્યો છે.આ વર્ષે ચીન તરફથી ભારતને 30 હજાર ટનનો ઓર્ડર મળ્યો છે. આ વર્ષે રાજયમાં મગફળીનુ અંદાજે 31 લાખ ટન ઉત્પાદન થવાનું છે.