બજાર » સમાચાર » બજાર

સિંગર કનિકા કપૂર Quarantine, વસુંધરા રાજે અને દુષ્યંત સિંહ Self Quarantine

ના રોજ પ્રકાશિત Sat, 21, 2020 પર 16:46  |  સ્ત્રોત : CNBC-Bajar

બેબી ડોલ સિંગર કનિકા કપૂર કોરોના વાયરસથી સંક્રામિત થઇ ગઇ છે. 41 વર્ષીય પ્લેબેક સિંગરે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર માસ્ક પહેરેલો પોતાનો ફોટો શેર કર્યો છે. તેણે લખ્યું છે કે તેણીને ફ્લૂના લક્ષણો હતા અને તપાસ પર તેને કોરોના વાયરસથી સંક્રામિત થઇ લાગી હતી. તેમણે જણાવ્યું હતું કે છેલ્લા 4 દિવસથી તેમને ફ્લૂનાં લક્ષણો હતા.


કનિકાએ લખ્યું છે કે હવે હું અને મારું પરિવાર અલગ છીએ. આ સમય દરમિયાન હું જે પણ લોકોને મળી છું તેનો સંપર્ક કરવામાં આવી રહ્યો છે.


વસુંધરા રાજે Self Quarantine


કનિકાને કોરોના વાયરસ થી સંક્રામિત થયા બાદ રાજસ્થાનની પૂર્વ સીએમ વસુંધરા રાજેએ શુક્રવારે કહ્યું હતું કે તે અને તેમના પુત્ર દુષ્યંત સિંહે પોતાને Self Quarantine કર્યું છે. આ લોકોએ લખનૌમાં કનિકા કપૂર સાથે ડિનર પાર્ટીમાં ભાગ લીધો હતો.


આ અંગે ટીએમસીના સાંસદ ડેરેક ઓ બ્રાયને કહ્યું કે આ સરકાર દરેકના જીવનને જોખમમાં મૂકી રહી છે. વડા પ્રધાન કહી રહ્યા છે કે પોતાને અલગ રાખો અને સંસદ પણ ચાલાવી રહ્યા છે. હું દુષ્યંત સિંહની બાજુમાં 2.5 કલાક બેસી રહ્યો હતો. સંસદમાં બે મંત્રીઓ પણ બેઠા હતા જે પોતાને Self isolation માં જણાવી રહ્યા છે. આ સંસદ તાત્કાલિક સ્થગિત રાખવી જોઈએ. આ પછી ડેરેકને પોતાને Self Quarantine કર્યો છે.


તેમણે કહ્યું કે, આશરે 10 દિવસ પહેલા એરપોર્ટ પર સામાન્ય પ્રક્રિયા મુજબ મારી તપાસ કરવામાં આવી હતી અને માત્ર ચાર દિવસ પહેલા આ લક્ષણો જોવા મળ્યા હતા. કપૂર 15 માર્ચે લખનઉના કિંગ જ્યોર્જ મેડિકલ યુનિવર્સિટીમાં એડમિન કરાવ્યું હતું.


કનિકા કપૂરે લોકોને પોતાથી અલગ કરવા અને કોઇ પ્રકારના લક્ષણો જોવા મળે તો તરત તપાસ કરવાની અપીલ કરી છે. હોલીવુડ એક્ટર ટોમ હેન્ક્સ અને ઇદરિસ આલ્બા પણ કોરોના વાયરસથી સંક્રામિત થિ ગઇ છે.


આરોગ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, દેશના જુદા જુદા ભાગોમાં કોરોના વાયરસના 22 નવા કેસ સામે આવ્યા બાદ ભારતમાં સેક્રામિત લોકોની સંખ્યા શુક્રવારે 206 થઈ ગઈ છે.