બજાર » સમાચાર » બજાર

સંસદમાં છમાસિક ઇકોનોમિક સર્વે રજૂ કરાયો

ના રોજ પ્રકાશિત Sat, 12, 2017 પર 13:51  |  સ્ત્રોત : CNBC-Bajar

સંસદમાં ગઈકાલે છમાસિક ઇકોનોમિક સર્વે રજૂ કરી દેવામાં આવ્યું છે. સર્વેમાં ચાલુ વર્ષમાં ઇકોનોમિક ગ્રોથ પોણા સાત ટકાથી સાડા સાત ટકા રહેવાની આશા વ્યક્ત કરી છે. જોકે આ ગ્રોથને પ્રાપ્ત કરવા માટે અમુક ભય પણ યથાવત છે. જેમ કે અન્ય ખર્ચ અને ખેડૂતોની દેવામાફી. આ સર્વેમાં માર્ચ સુધીમાં CPI મોંઘવારી દર 4 ટકાની નીચે રહેવાની વાત કરી છે. જ્યારે રેપો રેટ, ન્યુટ્રલ રેટ 0.25 ટકાથી 0.75 ટકા વધુ છે તેવી વાત પણ કહી છે.


આર્થિક સર્વેમાં નોટબંધીના કારણે લાંબા સમયમાં ફાયદો થવાની વાત કરી છે પરંતુ ટુંક સમયમાં નોટબંધીની કિંમત પણ ચૂકવવી પડશે તેવી વાત કરવામાં આવી છે. ખેડૂતોના દેવા માફીના કારણે રાજ્યોની નાણાંકીય હાલતની ચિંતા પણ વધી ગઇ છે. સર્વે પ્રમાણે હાલ ફાઇનાન્શિયલ માર્કેટમાં અસામાન્ય ભરોસો જોવા મળી રહ્યો છે પરંતુ જીએસટીને લાગૂ કરવું, એર ઇન્ડિયાના ખાનગી કરણથી અર્થવ્યવસ્થા સારી થવાની આશા પણ બનેલી છે.

ત્યારે છમાસિક ઇકોનોમિક સર્વે પર મુખ્ય આર્થિક સલાહકાર અરવિંદ સુબ્રમણ્યનનું કહેવું છે કે ખેડૂતોના દેવા માફીથી જરૂર અસર જોવા મળશે જ્યારે સરકારના ખર્ચમાં ઘટાડો કરવાથી માગને અસર થશે.