બજાર » સમાચાર » બજાર

નાની કંપનીઓ માટે રોકડ ભેગી કરવી સરળ થશે

ના રોજ પ્રકાશિત Wed, 16, 2018 પર 18:44  |  સ્ત્રોત : CNBC-Bajar

નાની કંપનીઓ માટે આગળ જઇને રોકડ ભેગી કરવી વધુ સરળ થઇ શકે છે. સરકાર ઇન્સ્ટીટ્યુશ્નલ ટ્રેડિંગ પ્લેટફોર્મને રિવાઇવ કરવાની તૈયારી કરી રહી છે.


આઈટીપીમાં લિસ્ટિંગ નિયમોને સરળ બનાવવાની યોજના છે. નાણાં મંત્રાલયે નિયમોમાં ફેરફાર કરવાની ભલામણ કરી છે. મની લૉન્ડ્રિંગની ફરિયાદથી SEBIએ નિયમો કડક કર્યા હતા. SEBIએ ઓગષ્ટ 2015માં લિસ્ટિંગના નિયમો કડક કર્યા હતા.


ક્વોલિફાઇડ ઇન્સ્ટીટ્યુશ્નલ બીડરના નિયમ કડક કરવામાં આવ્યા હતા. SEBI અને નાણાં મંત્રાલયમાં એક્શન પ્લાન પર ચર્ચા થઇ છે. હિસ્સેદારીની અધિકતમ મર્યાદામાં ઢીલ આપવા પર પણ ચર્ચા થઇ છે.