બજાર » સમાચાર » બજાર

દિવાળી પર ફંડ મેનેજર સાથે ખાસ ચર્ચા

ના રોજ પ્રકાશિત Wed, 23, 2019 પર 10:36  |  સ્ત્રોત : CNBC-Bajar

આવતી દિવાળી માટે અત્યારથી કરી લો તૈયારી. કયા સેક્ટર કે થીમમાં રોકાણ કરવું કરશે લાભદાયી? ફંડ મેનેજર સાથે બનાવો તમારી રોકાણની રણનીતિ? આવો જાણીએ પીપીએફએએસ મ્યુચ્યુઅલ ફંડના સીઆઈઓ રાજીવ ઠક્કર અને ડીએસપી ઇન્વેસ્ટમેન્ટના પ્રેસિડન્ટ કલ્પેન પારેખ પાસેથી.

કલ્પેન પારેખનું કહેવુ છે કે માર્કેટમાં ઉતાર-ચઢાવ આવ્યા જ રાખશે. રોકાણકારોએ પોતાના વલણને યથાવત રાખીને રોકાણ કરતા રહેવું. છેલ્લાં એક વર્ષમાં ઈન્ડેક્સમાં 8% વળતર મળ્યું. છેલ્લાં બે વર્ષમાં મિડકેપમાં મોટું કરેક્શન આવ્યું છે. રોકાણ સારી કંપનીમાં કરવું જોઈએ. તમામ સેક્ટરની સારી બેલેન્સશીટવાળી કંપનીમાં રોકાણ કરી શકાય.

કલ્પેન પારેખના મતે આપણા માર્કેટમાં 30-40% રોકાણ FIIsનું છે. છેલ્લાં કેટલાક સમયમાં સ્થાનિક રોકાણકારોએ FIIsની ખોટ પૂરી છે. FIIsની વેચવાલી આવે ત્યારે સ્થાનિક રોકાણકારોએ ખરીદવું જોઈએ. કન્ઝમ્પશન લાંબાગાળા માટે કોર સેક્ટર બની રહેશે. ક્રૂડના ભાવ ભારત માટે અનુકૂળ રહ્યા છે. ભારત માટે અત્યારનો ફેઝ ઘણો સારો છે. સોનાના ભાવ વધારાથી CAD પર અસર પડે છે.

કલ્પેન પારેખનું માનવુ છે કે સરકાર પોતાના તરફથી પૂરતા પ્રયત્ન કરે છે. રોકાણકાર તરીકે મારે મારૂ કામ યોગ્ય કરવું જોઈએ. આપણે આપણી સમૃદ્ધી પર ધ્યાન રાખવું જોઈએ. અમુક બેન્ક અને NBFCsમાં પરિસ્થિતિ ઘણી સારી છે. ઓટો અને ફાર્મામાં થોડું સ્લોડાઉન છે. ઈન્શ્યોરન્સ સારું પર્ફોર્મ કરી રહ્યું છે. એફએમસીજીમાં વોલ્યુમ ગ્રોથ ધીમો પણ માર્જિન સારા છે.

કલ્પેન પારેખના મુજબ 5-6 વર્ષ પહેલા મ્યુચ્યુઅલ ફંડના ફ્લોમાં ઉતાર-ચઢાવ હતા તે ઘટ્યા. વાર્ષિક વળતર વધે છે તો રોકાણ વધુ આવે છે. મ્યુચ્યુઅલ ફંડમાં ફ્લો શિખરથી ઓછા થયા છે, પરંતુ 8-10 હજાર કરોડના ફ્લો યથાવત. DSP કવોન્ટ ફંડ લોન્ચ કર્યું છે. 4 મહિનામાં ફંડે સારું પ્રદર્શન કર્યું છે.

કલ્પેન પારેખનું કહેવુ છે કે કંપનીની ગુણવત્તા પર વધુ ફોકસ રાખ્યું છે. આવનારા 5-10 વર્ષ માટે ક્યાં રોકાણ કરવું જોઈએ તેના પર ધ્યાન આપો. SIP થકી ડાઈવર્સિફાઈડ ઈક્વિટી ફંડમાં રોકાણ કરો. રોકાણને સ્થિર રાખવા માટે અસેટ અલોકેશન ફંડમાં રોકાણ કરો.

રાજીવ ઠક્કરનું કહેવુ છે કે કોર્પોરેટ ટેક્સમાં કાપને લીધે સેનિમેન્ટ સુધર્યા. સેલ્સના આંકાડામાં સુધારો આવતા વાર લાગી શકે. મંદીમા માહોલમાં સુધારો આવતો દેખાયો છે. વ્યાજદર ઘટતા બજારમાં ઝીરો ટકા વ્યાજે પૈસા મળી રહે છે. કેપેક્સમાં પણ જતા દિવસે સુધારો દેખાશે. વૈશ્વિક ગ્રોથમાં રિકવરી આવતી દેખાઈ છે. ટેક્નોલોજી સંબંધિત કંપનીઓમાં સેલ્સ ગ્રોથ જોવા મળે છે.

રાજીવ ઠક્કરના મતે ફેસબૂક, ગૂગલ, નેટફ્લિક્સ, એમેઝોન જેવી કંપનીઓ રડારમાં છે. વૈશ્વિક કંપનીઓમાં વળતર સારા છે. નાસ્ડેકનું વળતર આપણાં ઈન્ડેક્સ કરતા સારું છે. રૂપિયો નબળો થતાં પણ લાભ થયો છે. લોંગ ટર્મ ઈક્વિટી ફંડમાં ટેક્સ સેવર ફંડ શરૂ કર્યું. આ ફંડમાં માત્ર ભારતીય કંપનીઓનો સમાવેશ છે. પ્રાઈવેટ સેક્ટર બેન્કમાં રોકાણની તક છે.

રાજીવ ઠક્કરનું માનવુ છે કે NBFC અને કો-ઓપરેટિવ બેન્કની સમસ્યાનો ફાયદો પ્રાઈવેટ બેન્કને મળશે. ઓટોમાં હાલમાં ભાવ ખૂબ ઘટી ગયા છે, ત્યાં રોકાણ કરી શકાય. ડીલરો પાસે સ્ટોક ઓછો થયો છે, એટલે હવે ઓટોનું વેચાણ વધશે. એફએમસીજીમાં ગ્રોથ રિવાઈવ થવાની શક્યતા છે. કન્ઝ્યુમર ડ્યુરેબલ્સમાં વેચાણ નોન લિસ્ટેડ કંપનીમાં વધુ છે. લાઈફ ઈન્શ્યોરન્સનું ભવિષ્ય સારું છે.

રાજીવ ઠક્કરના મુજબ લાંબા ગાળે ઈન્શ્યોરન્સ ક્ષેત્ર સારું કરશે. વિદેશમાં વ્યાજના દરો શૂન્યની નજીક છે. આ સમયે ભારતમાં 5-6%નો ગ્રોથ જોવા મળે છે. વિદેશી રોકાણકારો ભારતમાં આવતા રહેશે અને રોકાણ કરશે. IT કપંનીને રૂપિયો નબળો છે તેનો લાભ મળશે.

રાજીવ ઠક્કરનું કહેવુ છે કે હવે IT કંપનીમાં સ્પર્ધા વધુ છે એટલે પહેલા જેવો ગ્રોથ જોવા ન મળે. ઈક્વિટી અને ફિક્સ ઈન્કમમાં વળતરની અપેક્ષા ઓછી રાખવી. ઈક્વિટીમાં 10-12%ના વળતરની જ અપેક્ષા રાખવી. ઓછામાં ઓછો 5 વર્ષનો વ્યૂ રાખવો જોઈએ.