બજાર » સમાચાર » બજાર

સોલર રૂફ ટૉપ યોજના પર ખાસ વાતચીત

ના રોજ પ્રકાશિત Wed, 11, 2019 પર 18:22  |  સ્ત્રોત : CNBC-Bajar

ગુજરાત સરકારે તાજેતરમાં જ ઘર વપરાશ માટે સોલર રૂફ ટૉપની યોજના લાવી છે. આ રૂફ ટૉપ યોજના હેઠળ દરેક વ્યકિત પોતાના ઘરની છત પર સોલર રૂફ ટૉપ લગાવી ઉર્જાનું ઉત્પાદન કરી શકે અને સાથે પોતાના વપરાશ સિવાયની બાકી વીજળી તે સરકારને વેચી પણ શકે છે જેના તેને પૈસા મળશે. આ રૂફ ટૉપ યોજના પર ગુજરાતના ઉર્જા પ્રધાન સૌરભ પટેલે અમારા સંવાદદાતા મનીષ દેસાઇ સાથે ખાસ વાતચીત કરી હતી.


વડાપ્રધાન મોદીએ રિન્યુએબલ એનર્જી પર ભાર આપ્યો છે. રિન્યુએબલમાં અનેક ઉર્જા આવે છે. 2022 સુધીમાં 175 GW રિન્યુએબલ એનર્જીનો ઉત્પાદનનો લક્ષ્ય છે. 2022 સુધીમાં ગુજરાતમાં 30 હજાર MW રિન્યુએબલ એનર્જીનો ઉત્પાદનનો લક્ષ્ય છે. આ લક્ષ્યને પ્રાપ્ત કરવા અનેક પૉલિસી લાવ્યા છીએ. છેલ્લી પૉલિસી રૂફ ટૉપ ઘર વપરાશ માટે લાવ્યા છીએ.


કોઇ પણ વ્યક્તિ પોતાના ઘર પર ઉર્જાનું ઉત્પાદન કરી શકે છે. ઉર્જા ઉત્પાદન કર્યા બાદ વધે તો GVNL ઉર્જા ખરીદશે. ઉર્જા રૂપિયા 2.25 પ્રતિ યુનિટથી ખરીદવામાં આવશે. પોતે વીજ ઉત્પાદન કરે તો ખરીદ કિંમત ઘટશે અને બચત વધશે.