બજાર » સમાચાર » બજાર

શ્રીનગર: સીઆરપીએફ કેમ્પ પર આતંકી હુમલો

ના રોજ પ્રકાશિત Mon, 12, 2018 પર 19:10  |  સ્ત્રોત : CNBC-Bajar

જમ્મૂના સુંજવાનમાં આર્મી કેમ્પ પર થયેલા આતંકવાદી હુમલાના જખમ હજુ રુઝાયા નથી ત્યાં તો શ્રીનગરના CRPF કેમ્પ પર આતંકવાદીઓએ હુમલો કર્યો. આ હુમલામાં એક જવાન શહીદ થયો છે. હુમલા પછી ગૃહમંત્રી રાજનાથ સિંહે તાત્કાલિક મહત્વની બેઠક બોલાવી, જેમાં ગૃહ સચિવ અને IBના અધિકારીઓ હાજર રહ્યા.


આ બેઠકમાં દેશની સુરક્ષા સાથે જોડાયેલા મુદ્દા પર ચર્ચા કરવામાં આવી. તો બીજી બાજુ સુંજવાનમાં હજુ પણ સેનાનું ઓપરેશન ચાલુ છે. લશ્કર-એ-તૈયબાએ બંને હુમલાઓની જવાબદારી લીધી છે. આપને જણાવી દઈએ કે 3 દિવસમાં આ બીજો મોટો આતંકવાદી હુમલો છે. આ પહેલા શનિવારે સુંજવાનમાં આતંકીઓએ આર્મી કેમ્પ પર હુમલો કરીને પાંચ જવાનોને શહીદ કર્યા હતા.