બજાર » સમાચાર » બજાર

વાયુને લઇને એસટી નિગમ પણ એલર્ટ

ના રોજ પ્રકાશિત Wed, 12, 2019 પર 17:47  |  સ્ત્રોત : CNBC-Bajar

વાયુ વાવાઝોડાને લઈને રાજ્યનું એસટી નિગમ પણ એલર્ટ છે. એસટીના તમામ 40 હજારથી વધુ કર્મચારીઓની રજા રદ કરવામાં આવી છે. તો સાથે દરિયાકાંઠા નજીક અને અન્ય સ્થળો પર 125 ડેપો પર ડ્રાઈવર અને કેન્કક્ટર સ્ટાફને એલર્ટ કરવામાં આવી છે. તમામ ડેપો પર 25-25 બસોને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. 8 હજાર 300 બસોને GPS સાથે જોડી તેના પર લાઈવ મોનીટરિંગ કરાઈ રહ્યું છે.