બજાર » સમાચાર » બજાર

નવા મોટર વ્હીકલ એક્ટ પર રાજ્ય સરકારનો નિર્ણય

ના રોજ પ્રકાશિત Wed, 11, 2019 પર 09:53  |  સ્ત્રોત : CNBC-Bajar

કેન્દ્ર સરકારે નવો મોટર વ્હીકલ એક્ટ લાગૂ કર્યા બાદ દંડની રકમને લઇને આખા દેશમાં ભારે વિરોધ જોવા મળ્યો છે. પરંતુ ગુજરાતે નિયમ લાગૂ નહોતો કર્યો. ગઈકાલે રાજ્ય સરકારે દંડની રકમમાં ઘટાડો કર્યો છે પરંતુ કડક અમલીકરણની વાત પણ કરી છે.


મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પ્રેસ કોન્ફરન્સ કરીને જાહેરાત કરી કે નવા નિયમ પ્રમાણે લાઇસન્સ વગર ગાડી ચલાવવા 3000 રૂપિયાનો દંડ જ્યારે હેલમેટ, RC બુક, PUC અને વીમો ન હોવા પર પહેલીવાર 500 રૂપિયા જ્યારે બીજી વખત 1000 રૂપિયાના દંડની જોગવાઇ કરી છે. આ સાથે ચાલુ વાહને મોબાઇલ પર વાત કરવા માટે 500 રૂપિયા જ્યારે સીટ બેલ્ટ ન પહેરવા પર પણ 500 રૂપિયાના દંડની જોગવાઇ કરી છે.


આ સાથે ભયજનક ટુ વ્હીલરના વાહન ચલાવવા પર 1500 રૂપિયા જ્યારે 4 વ્હીલર માટે 3000 રૂપિયાના દંડની જોગવાઇ કરી છે. રેસ લગાવવા પર 5 હજાર રૂપિયા અને ઇમરજન્સી વાહનોને સાઇડ ન આપવા પર 1000 રૂપિયાના દંડની જોગવાઇ કરી છે. આ નવા નિયમ 16 સપ્ટેમ્બરથી લાગૂ થશે.


આગળ જાણકારી લઇશું આરટીઓ એશોસિયેશનના પૂર્વ જનરલ સેક્રેટરી, ટી એન પાટણવાડિયા અને ટ્રાફિક નિયમોના જાણકાર સુષ્મિતા શાહ પાસેથી.


ટ્રાફિક નિયમોના જાણકાર, સુષ્મિતા શાહનું કહેવુ છે કે નિયમો જરૂરી છે. નિયમો એક એનુસાશનનું અંગ છે. દંડ કરીએ છે કારણ કે આપણે ભૂલ કરીએ છે. એના ણાટે દંડ પણ જરૂરી છે. નવા નિયમોમાં વહાનો સ્પીડમાં છે કે ધીમી છે એના માટે મુખ્યમંત્રીએ પ્રી પ્લાના કર્યા છે.


સુષ્મિતા શાહનું કહેવુ છે કેએના પર અમલી કરણ કરવું જોઇએ. નવો મોટર વ્હીકલ એક્ટ ગુજરાતમાં 16 સપ્ટેમ્બરથી લાગૂ થવાનું છે. સરકાર પોતાની રીતો વેવસ્થા કરીને પછી એક્શન લેશે. જ્યારે પણ આપણે વહાન લઇને બહાર નીકતા હોય છે ત્યારે વહાનના દસ્તાવેજ સાથે લઇને નીકળે તો દંડ ભરવાની જરૂર નથી હોતી.


આરટીઓ એશોસિયેશનના પૂર્વ જનરલ સેક્રેટરી, ટી એન પાટણવાડિયાનું કહેવુ છે કે નિયોમો માટે જે પણ જાહેરાતો કરવામાં આવી એ જરૂરી છે. નિયોમોમાં દંડ પણ ભરવો પડે છે. લોકો 90 ટકા મોબાઇલ પર વાત કરતા વહાનો ચલાવે છે.


ટી એન પાટણવાડિયાનું કહેવુ છે કેવહાન ચલાવતા કોઇ પણ અકસ્માત થાય તો એના માટે ટ્રાફીક નિયમોનું પાલન કરવું જરૂરી છે. સરકારની પણ જવાબદારી છે કે રોડ રસ્તા સારા બનાવે. વરસાદના સિઝનમાં રોડમાં ખાડા પડી જાય છે. રોડ કોન્ટ્રેક્ટર રોડ રસ્તા ખરાબ બનાવે છે એના સામે પમ કડક પગલા લેવાતા નથી.