બજાર » સમાચાર » બજાર

રાહુલ ગાંધી અને સત્યપાલ મલિકની વચ્ચે નિવેદનબાજી

ના રોજ પ્રકાશિત Wed, 14, 2019 પર 18:24  |  સ્ત્રોત : CNBC-Bajar

કાશ્મીરમા હાલત પર રાહુલ ગાંધી અને ગવર્નર સત્યપાલ મલિકની વચ્ચે નિવેદનબાજી ચાલુ છે. આજે ફરી રાહુલે એક ટ્વીટ કરીને રાજ્યપાલ પર ટિપ્પણી કરી. રાહુલે લખ્યું કે પ્રિય મલિકજી, મે મારા ટ્વીટ પર તમારો નબળો જવાબ જોયો. હું વગર શર્તે J&K આવવા અને લોકોને મળવાનું તમારૂ આમંત્રણ સ્વીકાર કરૂ છું. હું ક્યારે આવી શકું છું.


તમને જણાવી દઇએ કે રાહુલ ગાંધીએ કાશ્મીરની સ્થિતિ પર રાહુલની ટિપ્પણીના જવાબમાં ગવર્નર મલિકે તેમના માટે વિમાન મોકલીને કાશ્મીર પ્રવાસની વ્યવસ્થા કરવા કહ્યું હતું. આના પર રાહુલ ગાંધીએ કહ્યું હતું કે તેમને વિમાન નહીં, લોકોથી મળવાની સ્વતંત્રતા જોઇએ. આ બાદ જમ્મુ કાશ્મીર રાજભવને એક નિવેદન રજૂ કરી કહ્યું હતું કે રાહુલની શર્તો માનવા લાયક છે કે નહીં તેના પર સમીક્ષા થશે. આના જવાબમાં રાહુલે વગર શર્તે યાત્રા કરવાની રજૂઆત કરી છે.