બજાર » સમાચાર » બજાર

GST વસૂલીમાં ઘટાડાથી રાજ્યો પરેશાન

ના રોજ પ્રકાશિત Tue, 19, 2019 પર 16:11  |  સ્ત્રોત : CNBC-Bajar

જીએસટી વસૂલીમાં ઘટાડાના કારણે કેન્દ્ર સરકાર છેલ્લા 22 મહિનાથી રાજ્યોને થઇ રહેલા નુકસાનની ચુકવણી નથી કરી રહી. જેને લઇને રાજ્યોને હોબાળો કરવાનું શરૂ કરી દીધુ છે. સૂત્રો દ્વારા મળેલી જાણકારી પ્રમાણે કેન્દ્ર સરકાર આવનારી જીએસટી કાઉન્સિલની બેઠકમાં વળતર કન્સોલિટેડેટ ફંડ પાસેથી માગવાની પરવાનગી માંગવાની યોજના બનાવી રહી છે.

GST વસૂલી ઘટવા પર રાજ્ય પરેશાન. 2 મહિનાથી રાજ્યોને નુકસાનની ચૂકવણી નથી થઇ. કન્સોલિડેટેડ ફંડથી નુકસાનની ચૂકવણી કરશે કેન્દ્ર. આવનારી GST કાઉન્સિલમાં આવી શકે છે પ્રસ્તાવ. પંજાબનો લગભગ ₹2,000 કરોડનું વળતર બાકી.


કુલ રાજ્યોની બાકી રકમ લગભગ ₹35,000 કરોડ છે. સમય પર વળતર ન મળવા પર રાજ્યો પરેશાન. વિકાસ યોજનાઓ સહિત સેલરી જેવા ખર્ચ અટક્યા. GST વસૂલીમાં ઘટાડાના કારણે કોમ્પેનસેશન સેસમાં પણ ઘટાડો. ઓક્ટોબર મહીનામાં ₹7607 કરોડ કોમ્પેનસેશન સેસ છે.