બજાર » સમાચાર » બજાર

કંડલા પોર્ટને કરાયું બંધ

ના રોજ પ્રકાશિત Wed, 12, 2019 પર 17:33  |  સ્ત્રોત : CNBC-Bajar

વાયુ વાવાઝોડાના ખતરાને જોતા કંડલા પોર્ટને બંધ કરવામાં આવ્યું છે. કંડલા પોર્ટના આસપાસમના 3 હજાર જેટલા સ્થાનિક લોકોનું સ્થળાંતર કરાવવામા આવી રહ્યું છે. તેમજ લોકો માટે શેલ્ટરની વ્યવસ્થા કરવામાં આવી છે. તમામ શીપને બહારના બંદર મોકલવામા આવી છે. જેટી પરથી મજૂરોને દૂર કરવામા આવ્યા છે. પોર્ટની તમામ મશીનરી પણ બંધ કરી દેવામા આવી છે.


વાયુ વાવાઝોડાના પગલે આગોતરી તકેદારી દાખવતા કંડલા પોર્ટ નજીક રહેતા લોકોનું સ્થળાંતર કરાવવામા આવ્યુ. મોટી સંખ્યામાં લોકોને ગાંધીધામ ખસેડવામા આવ્યા. તેમજ સરકાર તરફથી ખાવા-પીવા માટેની પણ વ્યવસ્થા કરવામા આવી છે. સ્થળાંતરિત કરાયેલા લોકોને કંડલા પોર્ટ નાં સ્ટાફ ક્લબ હાઉસમાં લોકોને હોલ્ટ આપવામા આવ્યો છે.


કંડલા નાં ગોપાલપુરી વિસ્તારનાં કંડલા પોર્ટનાં હોલ ને બેઝ કેમ્પ બનાવવામા આવ્યો. રાહત શિબિર નાં ભાગરૂપે લોકોને ફૂડ પેકેટ પણ આપવામા આવી રહ્યા છે. અત્યાર સુધીમા કંડલા પોર્ટ આસપાસના ગામમાંથી ૫ થી ૬ હજાર લોકોનું અલગ અલગ સ્થાળતર કરાવવામા આવ્યું છે.


વાવાઝોડાને પગલે ભાવનગર જિલ્લામાં 1009 લોકોનું જિલ્લાના દરિયા કાંઠેથી સ્થળાંતર કરાયું છે. સૌથી વધુ મહુવામાં 856 લોકોનું સ્થળાંતર કરાયું. ઘોઘા, તળાજા મહુવાના દરિયાકાંઠાના લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું. તંત્ર વાવાઝોડાને પગલે સતર્ક તો દરિયાકાંઠે ચાંપતી નજર રાખવામાં આવી રહી છે.


જામનગરના જોડીયાના જામસર ગામે કાંઠા વિસ્તારથી લોકોને સુરક્ષિત સ્થળ પર ખસેડાયા છે. ગામ દરિયાથી 500 મીટર દુર હોવાના કારણે લોકોને આંગણવાડી, મંદિર અને સ્કુલ જેવા સલામત સ્થળે ખસેડાયા છે.