બજાર » સમાચાર » બજાર

અયોધ્યા નિર્ણયને લઈને અયોધ્યામાં કડક સુરક્ષા

ના રોજ પ્રકાશિત Fri, 08, 2019 પર 13:12  |  સ્ત્રોત : CNBC-Bajar

અયોધ્યા નિર્ણયને લઈને અયોધ્યામાં સુરક્ષા કડક કરવામાં આવી છે. ચારેબાજુ સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. રામ જન્મભૂમી તરફ જતાં રસ્તાઓમાં કડક સુરક્ષા રાખવામાં આવી છે. દરેક આવનાર-જનાર વ્યક્તિની તલાશી લેવામાં આવી રહી છે.


વાહનોની પણ ચેકીંગ કરવામાં આવી રહી છે. આખા માર્ગને બ્લૉક કરી દેવામાં આવ્યા છે. નિર્ણય પહેલા જ સરકારે એલર્ટ જાહેર કર્યું છે અને કલમ 144 લાગૂ કરવામાં આવી છે. ચારેબાજૂ પોલિસ ફોર્સ તૈનાત કરવામાં આવી છે અને બધા પર નજર રાખી રહી છે.