બજાર » સમાચાર » બજાર

માલવિંદર-શિવેન્દ્ર સિંહને સુપ્રીમ કોર્ટે મોટો ઝટકો

ના રોજ પ્રકાશિત Fri, 15, 2019 પર 16:38  |  સ્ત્રોત : CNBC-Bajar

સુપ્રીમ કોર્ટે ફોર્ટિસના માલવિંદર અને શિવેન્દ્ર સિંહને મોટો ઝટકો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે બન્નેને કોર્ટની અવગણનાના દોષી ગણાવ્યા છે. બન્ને ભાઇઓએ આનાથી બચવા માટે કોર્ટમાં 1175 કરોડ રૂપિયા જમા કરાવવા પડશે. કોર્ટે ફોર્ટિસ અને IHHની ડીલ પર રોક લગાવવાની ના પાડી દીધી છે. ઇન્ડિયાબુલ્સને પણ કોર્ટના આદેશ બાદ ગિરવી રાખેલા શૅર્સ વેચવાના દોષી ગણવામાં આવ્યું છે. તમને જણાવી દઇએ કે આ અર્જી ડાઇચી સૈંક્યોએ નોંધાવી હતી. અને કોર્ટના નિર્ણય છતા રૂપિયા 3,500 કરોડ નહોતા ચૂકવ્યા.