બજાર » સમાચાર » બજાર

દેશમાં સુપ્રીમ સંકટ, ચીફ જસ્ટીસના સામા 4 જજો ની જંગ

ના રોજ પ્રકાશિત Fri, 12, 2018 પર 18:23  |  સ્ત્રોત : CNBC-Bajar

સુપ્રીમ કોર્ટમાં બધુ બરોબર નથી. આજે આ વાતને જણાવવા માટે સુપ્રીમ કોર્ટના 4 સિટિંગ જજે પ્રેસ કોન્ફરન્સ કરી. જસ્ટીસ ચેલમેશ્વર, જસ્ટીસ મદન લોકુર જસ્ટીસ કુરિયન જોસેફ અને જસ્ટીસ રંજન ગોગોઇએ ચીફ જસ્ટીસ દીપક મિશ્રાના કામકાજ પર સવાલ ઉભા કર્યા છે. તેમણે કહ્યું કે સુપ્રીમ કોર્ટમાં જે રીતે છેલ્લા અમુક મહિનામાં કામકાજ ચાલી રહ્યું છે તે યોગ્ય નથી.


ચીફ જસ્ટીસ દીપક મિશ્રાને 4 જજે પત્ર પણ લખ્યો છે જેમાં તેમણે સુપ્રીમ કોર્ટના નિયમનું પાલન ન કરવા બદલ અને નિષ્પક્ષ ન રહેવા પર સવાલ ઉભા કર્યા છે. તેમણે ચીફ જસ્ટીસ પર આરોપ લગાવ્યો છે કે તેઓ કેસને યોગ્ય જજની બેન્ચને નથી આપતા અને તેમાં પક્ષપાત કરે છે.


જજોએ કહ્યું કે તેઓ આજે સવારે ચીફ જસ્ટીસને અર્જી કરવા ગયા હતા પરંતુ તેમણે અર્જી નકારી હતી જેના કારણે તેમણે પ્રેસ કોન્ફરન્સ કરવાની ફરજ પડી. આ સાથે તેમણે કહ્યું કે ન્યાયતંત્ર નિષ્પક્ષ નહીં રહે તો લોકતંત્ર ખતરામાં છે.


સુપ્રીમમાં સંકટ જોવા મળી રહ્યો છે. ઇતિહાસમાં પહેલીવાર સુપ્રીમ કોર્ટના 4 જજે પ્રેસ કોન્ફરન્સ સંબોધી છે. ચીફ જસ્ટીસના કામકાજ પર સવાલ ઉભા કર્યા છે. જસ્ટીસ ચેલમેશ્વર, જસ્ટીસ ગોગોઇ, જસ્ટીસ લોકુર અને જસ્ટીસ જોસેફે સવાલ ઉભા કર્યા છે.


ન્યાયતંત્ર નિષ્પક્ષ નહીં રહે તો લોકતંત્ર ખતરામાં છે. ચીફ જસ્ટીસ માટે યોગ્ય જજને યોગ્ય કેસ સોપવું પ્રાથમિકતા છે. કેસ યોગ્ય જજને નથી સોંપવામાં આવતા છે. 4 જજે ચીફ જસ્ટીસને પત્ર લખ્યો હતો.


ચીફ જસ્ટીસને લખાયેલા પત્રમાં તેઓ નિયમોનું પાલન ન કરતા હોવાની વાત કરી છે. યોગ્ય બેન્ચને યોગ્ય કેસ ન આપવામાં આવતું હોવાની વાત કરવામાં આવી છે. યોગ્ય પ્રક્રિયા નથી અમલ થતી તેનો વિરોધ નોંધાવવામાં આવ્યો છે.


ક્યા મામલે મતભેદ કર્યો છે. મહત્વના કેસને જૂનિયર જજને ફાળવવાના મામલે વિરોધ છે. મેડિકલ કોલેજ એડમિશન ગોટાળા કેસને યોગ્ય બેન્ચને ન આપવામાં આવ્યું છે. કોલેજિયમ મુદ્દાને લઇને પણ મતભેદ છે. જસ્ટીસ લોયા કેસને યોગ્ય બેન્ચ પાસે નથી મોકલવામાં આવ્યું છે.


સુપ્રીમ કોર્ટના જજ વચ્ચે મતભેદ બહાર આવ્યા બાદ કાનૂની સમુદાયમાં પણ હલચલ જોવા મળી છે. તેમનું માનવું છે કે આવી વાત બહાર આવવાની જરૂરત નહોતી.


કાનૂની સમુદાય તો પ્રેસ કોન્ફરન્સનો વિરોધ કરી રહી છે પરંતુ રાજકીય નેતાઓ પણ તેને વખોડી રહ્યા છે.