બજાર » સમાચાર » બજાર

ખતરામાં દેશના ન્યાયપાલિકાની શાખ

ના રોજ પ્રકાશિત Fri, 12, 2018 પર 13:24  |  સ્ત્રોત : CNBC-Bajar

દેશમાં સૌપ્રથમ વખત એવી ઘટના બની છે જેમાં સુપ્રીમ કોર્ટના ચાર સિટિંગ જજ દ્વારા પ્રેસ-કૉન્ફરન્સ કરીને સુપ્રીમ કોર્ટના કામકાજ પર સવાલ ઉઠાવવામાં આવ્યા છે. ન્યાયપાલિકા પર સવાલ ઉઠાવતા આ કેસમાં તેમણે કહ્યું છે કે લોકશાહી માટે આ મોટો ખતરો છે. માર્કેટ પર પણ અસર થઈ છે.

જજોનું કહેવુ છે કે ન્યાયપાલિકા ખતરામાં છે અને સુપ્રીમ કોર્ટના પ્રશાસન સારી રીતે કામ નથી કરી રહ્યુ. લોકતંત્ર માટે સુપ્રીમ કોર્ટની સ્વતંત્રતા જરૂરી છે. દેશનું લોકતંત્ર ખતરામાં છે અને દેશના મુખ્ય ન્યાયાધીશ પર નિર્ણય કરવો જોઈએ.