બજાર » સમાચાર » બજાર

મેજર આદિત્યની એફઆઈઆર પર સુપ્રીમનો સ્ટે

ના રોજ પ્રકાશિત Mon, 12, 2018 પર 19:10  |  સ્ત્રોત : CNBC-Bajar

27 જાન્યુઆરીએ જમ્મુ-કાશ્મીરના શોપિયામાં પથ્થરબાજો પર ગોળીબાર મામલે સુપ્રીમ કોર્ટે મોટો નિર્ણય સંભળાવ્યો છે. સુપ્રીમે મેજર આદિત્યની એફઆઈઆર પર રોક લગાવી દીધી છે. મેજરના પિતાની અપીલ પર કોર્ટે એપઆઈઆર પર રોક લગાવી દીધી છે. સુપ્રીમે આ એફઆઈઆર પર રોક લગાવતા કેન્દ્ર અને રાજ્ય સરકાર પાસે જવાબ માગ્યો છે.


સુપ્રીમે જણાવ્યું છે કે એટર્ની જનરલને કોપી અપાય અને તેઓ આ મામલાની તપાસ કરે. પથ્થરબાજો પર ગોળી ચલાવવા મામલે મેજરને આરોપી બનાવાયા હતા. જેની સામે તેમના પિતાએ સુપ્રીમ કોર્ટમા કરેલી અરજીમાં આ એફઆઈઆરને માનવાધિકારનું હનન ગણાવાઈ હતી. શ્રીનગર પોલીસે એફઆઈઆર દાખલ કરી હતી.