બજાર » સમાચાર » બજાર

સુરતના સોની બજાર મંદીના કારણે બન્યા સુમસામ

ના રોજ પ્રકાશિત Fri, 18, 2019 પર 17:17  |  સ્ત્રોત : CNBC-Bajar

સુરત શહેરમાં જાણે આ વખતે દિવાળીની ખરીદીનો રંગ ઉડી ગયો હોય તેમ લાગી રહ્યું છે. સુરતમાં ડાયમંડ , ટેક્ષટાઇલ, જરી સહિત જવેલરી ઉદ્યોગમાં પણ મંદિના વાદાળો દેખાઇ રહ્યા છે. અને હવે તો સોની બજાર પણ સુમસામ ભાસી રહ્યા છે. ગુજરાતના બિઝનેસ હબ ગણાતા સુરતની સૂરત બગડી ગઈ છે.

જે રીતે બજારના હાલ છે તે જોતા હાલ સોનામાં તેજી થવાના કોઇ ચિહનો દેખાતા નથી. દિવાળી પહેલા સુરતના જે જવેલરી માર્કેટમાં ઉભા રહેવાની જગ્યા નથી હોતી ત્યા અત્યારે કાગડા ઉડે છે.

સુરતનું જવેલરી બજાર હાલમાં 40 થી 45 ટકા સુધી ડાઉન દેખાય છે. જેથી નવી ડીઝાઇનની જવેલરી તૈયાર કરાનાર વેપારીઓમાં એક ડરનો માહોલ ફેલાયો છે. સુરત શહેરમાંથી માત્ર સુરતમાંજ નહિ પરંતુ હોગકોંગ, મલેશીયા, દુબઇ, તેમજ યુએસમાં પણ જવેલરી જતી હોઇ છે.


પરંતુ આ વખતે જવેલરી માર્કેટમાં દિવાળીની બિલકુલ ઘરાકી અત્યાર સુધી નથી નીકળી જેને લઇને સુરતના જવેલરી ઉદ્યોગ કારો પરેશાન થઇ ગયા છે. જવેલરી ઉદ્યોગના વેપારીઓ કહિ રહ્યા છેકે એક તરફ નોટબંધી બાદથી લોકો પાસે રોકડ ઓછી થઇ ગઇ છે. જયારે બીજી બાજું સોનાની કિંમત અત્યારે ઓલ ટાઇમ હાઇ પર છે. જેને લઇને જવેલરી ઉદ્યોગ પર તેની સીધી અસર પડી છે.

સુરત શહેરમાં 2500 થી વધુ નાના મોટા જવેલરીના શોરૂમ છે. જેની સાથે સવા લાખ લોકોથી પણ વધુ લોકો સંકળાયેલા છે. ઓકટોંબરક , નવેમ્બર અને ડિસેમ્બરમાં આખા વર્ષનો 60 ટકા ધંધો જવેલરી ઉદ્યોગને થઇ જતો હોઇ છે. પરંતુ આ વખત દિવાળીની સાથે વેસ્ટર્ન કંન્ટ્રીમાંથી ડાયમંડ જવેલરીના ઓડર પણ ખુબજ ઓછા આવી રહ્યા છે.


ભારતમાં દિવાળી અને વિદેશમાં ક્રિસમસ ખુબજ ધામધુમથી ઉજવવામાં આવી રહાય છે. અને આ સમયે જવેલરી સેકટરમાં સારી એવી ઘરાકી હોઇ છે. પરંતુ આવખતે વેપારીઓને યોગ્ય ઓડરો નથી મળ્યા અને ખુબજ અત્યાર સુધીની સૌથી ખરાબ સિઝનનો વેપારીઓ સામનો કરી રહ્યા છે.