બજાર » સમાચાર » બજાર

જીએસટીના લીધે મિઠાઇ કડવી લાગશે

ના રોજ પ્રકાશિત Thu, 12, 2017 પર 19:03  |  સ્ત્રોત : CNBC-Bajar

આ દિવાળી પર તમારે ડ્રાઈફ્રૂટ અને મિઠાઈ માટે ઓછામાં ઓછી 15% વધુ કિંમત ચૂકવવી પડશે. જીએસટીના દરમાં થયેલા ફેરફારના કારણે તમારા ખિસ્સા પર બોજ વધશે. જીએસટીના લીધે કોર્પોરેટ્સ અને નાની કંપનીઓ પણ પોતાના ગિફ્ટ પેક્સના ઓર્ડર્સ પણ ઓછા કરી રહી છે.


જો તમે આ દિવાળી પર પોતાના માટે કે સંબંધીઓને ભેટમાં આપવા માટે મિઠાઈ કે ડ્રાઈફ્રૂટના પેકેટ્સ ખરીદવા ઈચ્છો છો તો તમારે તમારુ બજેટ વધારવું પડશે. કારણ કે આ વખતે મિઠાઈના ભાવમાં 15થી 20 ટકાનો વધારો થયો છે. કારણ એ છે કે ડ્રાઈફ્રૂટથી બનવાવાળી મિઠાઈ પરના જીએસટી દરમાં ફેરફાર થયા છે.


ઉપરથી ગયા વર્ષની સરખામણીમાં ડ્રાઈફ્રૂટની કિંમતોમાં પણ 10 ટકાનો વધારો થયો છે. કાજૂ કતરી, કેસર બદામ હલવો, પિસ્તા રોલ કે પછી અંજીર રોલ જેવી મિઠાઈની માગ દિવાળીના ગિફ્ટ પેક્સમાં વધુ રહે છે, પરંતુ કાજુને છોડીને બદામ, પિસ્તા, અંજીર અને કેસર પર જીએસટી 5 ટકાથી વધીને 12 ટકા કરવામાં આવ્યા છે.


ખાસ કરીને કાજૂ કતરી જે ગયા વર્ષે 600થી 700 રૂપિયે કિલોના ભાવથી મળતી હતી તેની કિંમત આ વર્ષે વધીને 700થી 800 થઈ ગઈ છે. અંજીર અને પિસ્તા રોલની કિંમત 700 રૂપિયે કિલોથી વધીને 800થી 850 રૂપિયા સુધી થઈ ચૂકી છે. મિઠાઈની જેમ જ ડ્રાઈફ્રૂટના બોક્સ પણ લોકો દિવાળીમાં ગિફ્ટ કરવાનું પસંદ કરે છે.


પરંતુ ડ્રાઈફ્રૂટની કિંમત પણ વધી છે. વેપારીઓનું કહેવું છે કે મિઠાઈ અને ડ્રાઈફ્રૂટની માગમાં લગભગ 70 થી 80 ટકા જેટલી મંદી આવી છે. કિંમતમાં વધારો જ એકમાત્ર કારણ નથી પરંતુ આ વર્ષે લોકો મોટા ઓર્ડર્સ પણ નથી આપી રહ્યા.