બજાર » સમાચાર » બજાર

તક્ષશિલા બિલ્ડિંગમાં લાગી ભીષણ આગ

ના રોજ પ્રકાશિત Fri, 24, 2019 પર 18:24  |  સ્ત્રોત : CNBC-Bajar

હમણાં જ મળતાં સમાચાર મુજબ સુરતના સરથાણા વિસ્તારમાં આવેલા તક્ષશિલા એપાર્ટમેન્ટના બીજા માળે ભીષણ આગ લાગી છે. આ આગ લાગવાના કારણે લોકોમાં દોડધામ મચી ગઈ છે. આગમાં હાલમાં 14 લોકોના મોત થયાનં જાણવા મળી રહ્યું છે. તો કુલ 18 લોકોના મોતની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ આગ લાગવાના કારણે વિદ્યાર્થીઓ પોતાનો જીવ બચાવવા કુદી પડયાં હતાં. તેના કારણે કુદી પડેલાં લોકોમાંથી કેટલાંકના મોત થયા છેય આગને બુઝાવવા માટે સુરત મહાનગર પાલિકાની 17 ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. અને લોકોને બહાર કાઢવાની કામગીરી કરવામાં આવી રહી છે.