બજાર » સમાચાર » બજાર

ટેલીકોમ ઈન્ડસ્ટ્રીને વચગાળાના બજેટમાં રાહતની આશા

ના રોજ પ્રકાશિત Thu, 06, 2018 પર 13:30  |  સ્ત્રોત : CNBC-Bajar

આર્થિક સંકડામણનો સામનો કરી રહેલી ટેલિકોમ કંપનીઓએ સરકાર પાસેથી રાહતની માગણી કરી છે. કંપનીઓએ વચગાળાના બજેટમાં કસ્ટમ ડ્યૂટી અને સ્પેક્ટ્રમ ફીસમાં રાહતની માગણી કરી છે. ટેલીકોમ ઈન્ડસ્ટ્રીએ વચગાળાના બજેટમાં કરી રાહતની માગણી. ટેલીકોમ પ્રોડક્ટસ પર કસ્ટમ ડ્યૂટી ઘટાડવાની માગણી. કસ્ટમ ડ્યૂટી 20%થી ઘટાડીને 10% કરવાની માગણી. હરાજીમાં મેળલા સ્પેક્ટ્રમને જીએસટીની બહાર રાખવામાં આવે.


સ્પેક્ટ્રમ યુસેજ ચાર્જ ઘટાડીને 1% કરવામાં આવે. હાલમાં સ્પેક્ટ્રમ યુસેજ ચાર્જ 5-6%ની વચ્ચે છે. ઈનપુટ ટેક્સ ક્રેડિટ અંતર્ગત રૂપિયા 3000 કરોડના રિફંડની માગ છે. ટેલીકોમ ઈન્ડસ્ટ્રી પર લગભગ રૂપિયા 7.7 લાખ કરોડનું દેવું છે.